News Continuous Bureau | Mumbai
Madhya Pradesh: મધ્યપ્રદેશના બડવાનીમાં ( Barwani ) આદિવાસી સમાજની બેઠકમાં એખ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેથી ઈન્ટર કાસ્ટ મેરેજ માટે હવે રુ. 5 લાખ નો દંડ વસૂલવામાં આવશે. જિલ્લાના પાટડીમાં 106 ગામના પટેલોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ આદિવાસી સમુદાયોની 45 ગ્રામ પંચાયતોના પટેલો, સરપંચો, પૂજારા કોટવારો અને અન્ય મહત્વપૂર્ણ લોકોની એક બેઠક રવિવારે બડવાનીના પાટી શહેરમાં સ્થિત મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી. જેમાં લગ્ન સંબંધિત ઘણા નિયમો ( Marriage rules ) અને કાનુનો નક્કી કરવામાં આવ્યા હતા અને એક મોનિટરિંગ કમિટી પણ બનાવવામાં આવી હતી. આદિવાસી સમાજના પ્રમુખોએ પણ પક્ષના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને લેખિતમાં આ નિર્ણયોની જાણ કરી હતી. આદિવાસી સમાજના નિર્ણયો સોમવારથી અમલમાં લેવામાં આવ્યા છે.
આદિવાસી સમુદાયે ( tribal society ) આ અંગે મિડીયાને પણ આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બેઠકમાં આંતરજ્ઞાતિય લગ્ન ( Inter caste marriage ) પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, જો કોઈ આદિવાસી યુવતી સાથે ઈન્ટર કાસ્ટ (અન્ય જ્ઞાતિ) લગ્ન કરશે, તો તેની સાથે લગ્ન કરનાર યુવક પર 5 લાખ રૂપિયાનો દંડ ( penalty ) વસૂલવામાં આવશે અને યુવતીને તેના પિતાને પરત સોંપવામાં આવશે. આ સિવાય ભીલ, ભીલાલા, બરેલા ગણાતા સમુદાયો વચ્ચે લગ્ન થાય તો ₹50,000નો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે યુવક સગીર છોકરીને ભગાડીને લઈ જશે તેને પણ પંચાયત દ્વારા ઉકેલ શોધ્યા બાદ ₹25,000નો દંડ ફટકારવામાં આવશે. ત્યારબાદ સગીરને તેના પિતાને પરત સોંપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Krishnapingala Sankashti Chaturthi 2024: આજે કૃષ્ણપિંગલા સંકષ્ટી ચતુર્થી, ભગવાન ગણેશની પૂજા સમયે આ વ્રત કથા સાંભળો, આવક અને સૌભાગ્યમાં થશે વૃદ્ધિ..
Madhya Pradesh: લગ્ન સમયે દેજા હવે 70,500 રૂપિયા સુધી જ મર્યાદિત છે..
આદિવાસી સમુદાયે ( Tribal community ) વધુમાં આ અંગે મિડીયાને જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાં લગ્ન વખતે વર પક્ષ દ્વારા કન્યા પક્ષને દેજા (નિશ્ચિત રકમ) આપવાની પરંપરા છે. જો આ રકમ નક્કી કરવામાં આવી ન હતી, તો તેવી પરિસ્થિતિમાં ઘણી વખત ઘણી વધારે રકમ વસૂલવામાં આવતી હતી. જેના કારણે વર પક્ષમાં સમસ્યા ઊભી થતી હતી. તેથી સમુદાયે હવે આ સંદર્ભે કહ્યું હતું કે, દેજા હવે 70,500 રૂપિયા સુધી જ મર્યાદિત છે અને વધારાના ખર્ચ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ સગાઈ કર્યા પછી યુવતી બીજા સાથે લગ્ન કરી લે છે તો તેને સજા થશે. તેમણે કહ્યું કે લગ્ન સંબંધિત મોટાભાગની બાબતો પોલીસને બદલે પરસ્પર સંમતિથી ઉકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે 24 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. જે દરેક બાબત પર નજર રાખશે. અને નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં, આ સમિતિ અંતિમ નિર્ણય લેશે.