News Continuous Bureau | Mumbai
ભંગારની(scrap) પ્રક્રિયા હવે ડિજિટલાઈસ્ડ(Digitalized) થઈ ગઈ છે, તેથી હવે રાજ્યમાં બહુ જલદી 20 લાખ વાહનોને વૈજ્ઞાનિક પદ્ધતિએ(Scientific method) ભંગારમાં જશે એવી જાહેરાત મહારાષ્ટ્રના સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર(State Transport Commissioner of Maharashtra) અવિનાશ ઢાંકણેએ કરી છે.
કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ(Central Govt Motor Vehicle)(રજિસ્ટ્રેશન એન્ડ ફંકશન ઓફ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી)((Registration and Functioning of Vehicle Scrapping Facility)) અમેન્ડમેન્ટ રુલ, 2022માં ફેરફાર કર્યા છે, તે મુજબ 20 વર્ષથી જૂની ખાનગી કાર 15 વર્ષથી જુના કોમર્શિયલ વાહનો (Commercial vehicles) હવે સ્વૈચ્છિક રીતે ભંગાણ માં કાઢી શકાશે.
ભૂતકાળમાં નાગરિકોને તેમના વાહનો ભંગાણમાં કાઢવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જેમાં આરટીઓ ફોર્માલીટી(RTO formality) પૂરી કરવાથી લઈને અનેક તકલીફો હોય છે. હવે જોકે આખી પ્રક્રિયા વાહન પોર્ટલ પર ડિજિટલાઈસ્ડ થઈ ગઈ છે અને સ્ક્રેપિંગ સેન્ટર તમામ પ્રક્રિયા પૂર્ણ કરશે. સુધારેલા નિયમ મુજબ સ્ક્રેપિંગ સેન્ટર અસર નોંધણી પ્રમાણપત્ર સ્માર્ટકાર્ડના ભૌતિક ટ્રાન્સમિશનની( પ્રક્રિયાને સરળ બનાવશે
આ સમાચાર પણ વાંચો : કુતુબમીનાર પોતાની જમીન પર હોવાનો દાવો કરનારને આંચકો- કોર્ટે દાવો નકાર્યો- હવે આ મુદ્દા પર ચાલશે ચર્ચા
નવા નિયમ મુજબ રાજ્યમાં સ્થાપિત થયેલા રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ(Vehicle scrapping) સુવિધા હેઠળ કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં(union territory) નોંધાયેલા હશે, તે વાહનો પણ કોઈ પણ નોંધણી સત્તાધિકારીના અધિકારક્ષેત્ર હેઠળ સ્વીકારી સ્ક્રેપ કરી શકાશે. કોઈ પણ વાહન રજિસ્ટ્રેશન ઓથોરિટીને સ્થાનને ધ્યાનમાં લીધા વગર સમગ્ર પ્રક્રિયાને અખિલ ભારતીય ધોરણ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના વાહન પોર્ટલ સાથે એકીકૃત રીતે જોડવામાં આવશે.
 
 
			         
			         
                                                        