Site icon

કોવિડ સાઈડ ઈફેક્ટઃ મહારાષ્ટ્રમાં આટલા ટકા હોટલ અને રેસ્ટોરાં કાયમી સ્વરૂપે બંધ.. હોટલ ખુલ્લી રાખવાનો સમય વધારી આપવાની અસોસિયેશનની માગણી જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,15 જુલાઈ  2021

Join Our WhatsApp Community

ગુરુવાર,

આકરા લોકડાઉનને પગલે મહારાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં 40 ટકા હોટલ તથા રેસ્ટોરાં બંધ થઈ ગઈ હોવાનો દાવો હોટલ અને રેસ્ટોરાં અસોસિયેશને કર્યો છે. હોટલો બંધ થવાની સાથે જ અનેક લોકોએ નોકરી ગુમાવી છે. તો મોટા પ્રમાણમાં આર્થિક ફટકો પણ પડયો છે. તેથી હોટલો અને રેસ્ટોરાં ખુલ્લી રાખવાના સમય મર્યાદા  વધારી આપવાની માગણી હોટલિયરો દ્વારા સરકારને કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામના સ્ટેશનનો થયો કાયાકલ્પ; જુઓ નવા વડનગર રેલવે સ્ટેશનની અદ્ભુત તસવીરો

મહારાષ્ટ્રમાં જે શહેરો અને જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છેત્યાં લોકડાઉનના નિયમો હળવા કરીને હોટલો અને રેસ્ટોરાંમાં ખાવા-પીવા સમયની મુદતમાં વધારો કરી આપવાની માગણી હોટલ અને રેસ્ટોરાં અસોસિયેશને મહારાષ્ટ્ર સરકારને કરી છે. તેમ જ હોટલ  અને રેસ્ટોરાંને શનિવાર-રવિવાર સહિત આખા અઠવાડિયા દરમિયાન સવારના સાતથી રાતના 12.30 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની માગણી પણ કરી છે. હાલ વીક ડેમાં સાંજના ચાર વાગ્યા સુધી જ હોટલમાં ખાવાની મંજૂરી છે. ત્યારબાદ ફકત પાર્સલની મંજૂરી છે. તો શનિવાર અને રવિવારે માત્ર ઓનલાઈન અને પાર્સલની જ છૂટ છે. તેથી ઓછા સમયમાં ધંધો કરી શકાતો નથી.

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version