News Continuous Bureau | Mumbai
Maharashtra: રાજ્યમાં છોકરીઓના શિક્ષણ ( Girls education ) અંગે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આગામી જૂનથી, રાજ્યમાં જે છોકરીઓના માતા-પિતાની આવક આઠ લાખથી ઓછી છે. તેવી છોકરીઓ ( girls ) લગભગ 600 જેટલા અભ્યાસક્રમો વિનામૂલ્યે ( Free education ) ભણી શકવા માટે પાત્ર બનશે, પછી ભલે તે મેડિકલ શિક્ષણ ( Medical education ) હોય કે એન્જિનિયરિંગ શિક્ષણ છોકરીઓને તે વિનામૂલ્યે આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ચંદ્રકાંત પાટીલે ( Chandrakant Patil ) આની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કવિયત્રી બહિનાબાઈ ચૌધરીએ ઉત્તર મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં ( Maharashtra University ) એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે પાટીલે આ જાહેરાત કરી છે. આ યોજનામાં 600 વિવિધ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ, મેડિકલ જેવા 600 અભ્યાસક્રમો માટે છોકરીઓના માતા-પિતાને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તેમ જ મેડિકલ માટે હાલ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જેના કારણે સામાન્ય ઘરની વિદ્યાર્થિનીઓ ( Girls students ) આવા અભ્યાસક્રમમાં ભણી શકતી નથી. તેમના માટે હવે આ નિર્ણયના જાહેરા થવાથી ઘણો ફાયદો થશે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Successor survey: યોગી-શાહ કે ગડકરી.. PM મોદી બાદ લોકો પ્રધાનમંત્રી પદે કોને જોવા માંગે છે? જુઓ સર્વેમાં કોનું નામ છે સૌથી આગળ..
છોકરાઓને પણ મળવુ જોઈએ મફ્ત શિક્ષણ..
આ સાથે ચંદ્રકાંત પટલની જાહેરાત બાદ યુવાનોમાં નારાજગી ફેલાઈ છે. કાર્યક્રમ પૂરો થયા બાદ પાટીલને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અટકાવી દીધા હતા અને માંગણી કરી હતી કે માત્ર વિદ્યાર્થિનીને જ કેમ મફત શિક્ષણ આપવામાં આવે, આ આવકથી નીચેના છોકરાઓને પણ મફત શિક્ષણ આપવામાં આવવું જોઈએ. આ સમયે પાટીલે ખાતરી આપી હતી કે તેઓ આ માંગને મુખ્યમંત્રીના કાન સુધી જરુરથી પહોંચાડશે.
