News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ વહેલી સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પોતાના લાઉડ સ્પીકરો ગોઠવી દીધા હતા. પરિણામ સ્વરૂપે પોલીસ હરકતમાં આવી હતી. મુંબઇના કાંદીવલી ચારકોપ, મુંબ્રા, નવી મુંબઈ, ઐરોલી જેવી અનેક જગ્યાએ સવારે ચાર વાગે ગાડીમાં લાઉડ સ્પીકર મુકીને મનસેના સૈનિકો પહોંચી ગયા હતા. તેમણે બરાબર અજાનના સમયે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડી હતી.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેના ઘરની બહાર જોરદાર પોલીસ બંદોબસ્ત. મોડી રાત્રે રાજ ઠાકરેને આ નોટિસ પકડાવવામાં આવી.
