News Continuous Bureau | Mumbai
Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ પ્રવૃત્તિઓના કારણે મહારાષ્ટ્રમાં કુશળ અને રોજગાર યોગ્ય યુવાધનનું નિર્માણ થઇ રહ્યું હોવાથી રાજ્યની પ્રગતિનો માર્ગ તૈયાર થઇ રહ્યો હોવાનું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું. યુવતિઓમા સ્વરક્ષણ માટેના હર ઘર દુર્ગા અભિયાનને દેશ માટે પ્રેરણારૂપ ગણાવી તેમણે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાને અભિનંદન આપ્યા હતા.
मुबंई प्रवास के दौरान महाराष्ट्र सरकार के कौशल, रोजगार एवं उद्यमशीलता मंत्रालय द्वारा बेटियों को आत्मरक्षा प्रशिक्षण देने की पहल ‘हर घर दुर्गा अभियान’ का शुभारम्भ किया। जब हम बेटियों को सामर्थ्यवान बनाते हैं तो हम न केवल उनके जीवन को बदलते हैं, बल्कि पूरे समाज को भी सशक्त बनाते… pic.twitter.com/OdgauYn4x1
— Om Birla (@ombirlakota) September 30, 2024
લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) કુર્લા ખાતેની સરકારી ઔદ્યોગિક સંસ્થામાં હર ઘર દુર્ગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે કુર્લાની સરકારી ઔદ્યોગિક સંસ્થાનું નામ મહારાણા પ્રતાપ સરકારી ઔદ્યોગિક સંસ્થા ( Maharana Pratap Industrial Institute ) કરવામાં આવ્યું હતું. આ નામકરણ સમારોહમાં કૌશલ્ય વિકાસ પ્રબોધિનીના સચિવ ગણેશ પાટીલ, કૌશલ્ય વિકાસ કમિશનર પ્રદીપ ડાંગે, કૌશલ્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. અપૂર્વ પાલકર, બિઝનેસ એન્ડ એજ્યુકેશન ટ્રેનિગ ડિરેક્ટોરેટના નિયામક ડૉ. સતીશ સૂર્યવંશી, રાજસ્થાન રાજપૂત સમાજના મુંબઇ પ્રમુખ ભવેરસિંહ રાણાવત, જાણીતા નેત્ર ચિકિત્સક ડો. શ્યામ અગ્રવાલ તથા અભિનેત્રી અદા શર્મા ( Adah Sharma ) હાજર રહ્યા હતા.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ( Om Birla ) કહ્યું કે મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યમશીલતા અને નવીનતા વિભાગે એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કર્યું છે. મંત્રી મંગલ પ્રભાત લોઢાના કાર્યકાળ દરમિયાન ધણી નવીન પ્રવૃતિઓ અમલમાં આવી રહી છે, જે રાજ્યમાં આર્થિક અને સામાજિક ફેરફારો લાવશે. દેશમાં હવે મહિલાઓ દરેક ક્ષેત્રે અગ્રેસર થઇ છે. નોબેલ પુરસ્કારો જીતી રહી છે, મહિલાઓ કંપનીઓમાં મોટા હોદ્દા પર કામ કરી રહી છે. જો તેઓ હર ઘર દુર્ગા અભિયાનમાંથી સ્વરક્ષણના પાઠ શીખશે તો સમાજમાં ધરખમ પરિવર્તન આવશે. હર ઘર દુર્ગા એક શક્તિશાળી અભિયાન છે. તેનાથી યુવતીઓના જીવનને નવી દિશા મળશે. હર ધર દુર્ગા અભિયાન દ્વારા આ અભિયાન સમગ્ર દેશમાં આગળ વધશે, મહિલાઓના કૌશલ્યોમાં વધારો થશે. આનાથી વિકાસની ઘણી તકો પણ ખુલશે. હર ઘર દુર્ગા અભિયાન દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં દરેક ધર સુધી એક નવો વિચાર પહોંચશે
विभाग द्वारा कुर्ला गवर्नमेंट इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट का नामकरण वीर शिरोमणि महाराणा प्रताप के नाम पर किया गया है। महाराणा प्रताप शक्ति, साहस और स्वाभिमान के प्रतीक है। ‘महाराणा प्रताप’ के नाम पर संस्था का नामकरण एक महत्वपूर्ण और प्रेरणादायक पहल है। संस्था द्वारा… pic.twitter.com/d53IfxeqA1
— Om Birla (@ombirlakota) September 30, 2024
આ સમાચાર પણ વાંચો : Gujarat Navratri: નવરાત્રી શક્તિપર્વ – ૨૦૨૪.. ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ આ શક્તિપીઠ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન..
લોકસભાના અધ્યક્ષ શ્રી બિરલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૪ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના નામ આપવાનો નિર્ણય કેબિનેટ દ્વારા તાજેતરમાં લેવામાં આવ્યો હતો. તદનુસાર, કુર્લા ખાતેની સરકારી ઔધોગિક સંસ્થાનું નામ બદલીને મહારાણા પ્રતાપ સરકારી ઔદ્યોગિક સંસ્થા રાખવામાં આવ્યું છે. તેમજ સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કીલ ડેવલપમેન્ટ પ્રબોધિનીમાં એચપી કંપનીના સહયોગથી અત્યાધુનિક ડીજીટલ એક્સેલન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે અને આનાથી કુશળ માનવબળનું સર્જન કરીને દેશનો વિકાસ થશે. કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે હર ઘર દુર્ગા અભિયાન એ મહારાષ્ટ્ર સરકાર દ્વારા છોકરીઓને પોતાની સુરક્ષા માટે સશક્ત બનાવવાની પહેલ છે. આ અભિયાન મહારાષ્ટ્રના દરેક શહેરમાં છોકરીઓ માટે છે. આ અભિયાન દ્વારા દરેક મહિલાને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે તેમણે અપીલ કરી હતી કે દરેક નવરાત્રી મંડળોએ હર ધર દુર્ગાનો કાર્યક્રમ યોજીને યુવતીઓને સ્વરક્ષણના પાઠ ભણાવવા જોઈએ. આ અભિયાન દ્વારા રાજ્યની સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં યુવતીઓને વિનામૂલ્યે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં અઠવાડિયામાં બે થી ત્રણ વખત આખા વર્ષ દરમિયાન એક કલાકના ફોર્મેટમાં યોજવામાં આવશે. જેમાં સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ઉપરાંત અન્ય મહિલાઓ પણ ભાગ લઇ શકશે
આ પ્રસંગે સામાજિક ક્ષેત્રે કાર્યરત પત્રકાર યોગિતા સાલ્વી, કિલ્લા સંરક્ષણ માટે સંતોષ હસુરકર, લહુ લાડ, મુંબઇ સબર્બના આસિસ્ટન્ટ કમિશનર પ્રસાદ ખૈરનાર, વિવેક ચંદાલીયાનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે અભિનેત્રી આદર્શ શર્માએ પણ યુવતીઓને સ્વ-રક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        