ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ની મૃત્યુ પામેલા લોકોમાં સૌથી વધુ લોકો બ્લડ પ્રેશર તેમ જ હાયપર ટેન્શન સહિત ડાયાબીટીઝ જેવી ગંભીર બીમારી ધરાવતા હતા. લોકોની લાઈફસ્ટાઈલની સાથે જ આ બીમારીઓનું પ્રમાણ વધારે હોવાથી મહારાષ્ટ્રમા કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધારે છે. મહારાષ્ટ્રમાં લગભગ 1.4 લાખ મૃત્યુ કોવિડથી થયા છે.
સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં મહારાષ્ટ્રમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,966 છે, તેમાં 75 ટકાથી વધુ લોકો (2,224) ગંભીર બીમારી ધરાવતા હતા. કોવિડથી મૃત્યુ પામેલા 632 લોકોનો કરવામાં આવેલા અભ્યાસ મુજબ મૃતકોમાં 15 ટકા લોકો હાયપરટેન્શન અને 12 ટકા લોકો ડાયાબિટીઝની બીમારી ધરાવતા હતા. તો 11 ટકા લોકોને હાયપરટેન્શન અને ડાયાબિટીઝ આ બંને બીમારીઓ હતી.
MLC Polls 2021: મહારાષ્ટ્ર વિધાન પરિષદની આ ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. જાણો વિગતે
મૃતકોમાં હાયપર ટેન્શન બાદ ડાયાબીટીઝ આ બંને ગંભીર બીમારીઓનું પ્રમાણ વધારે રહ્યું હતું. યુવામાં પણ કોવિડથી થયેલા મૃત્યુમાં સૌથી વધુ લોકો હાયપર ટેન્શન અને ડાયાબિટીઝ ધરાવતા હોવાનું એક અભ્યાસમાં જણાઈ આવ્યું હતું. મૃતકોમાં મોટા ભાગે લોકોએ વેક્સિન લીધી નહોતી.
ગંભીર બીમારીઓમાં ફેંફસાની બીમારીનો પણ સમાવેશ થાય છે. લગભગ 5 ટકા લોકોને ફેંફસાની ગંભીર બીમારી હતી. 3 ટકા લોકોને હાર્ટની, ડાયાબીટીઝ અને હાય બ્લડપ્રેશરની બીમારી હતી.