Electricity Bills : આ નિર્ણયથી મહારાષ્ટ્ર (Maharashtra) ના 3.2 કરોડ ગ્રાહકોના ખિસ્સા ખંખેરશે, જેમાં મુંબઈ (Mumbai) ના આશરે 50 લાખ ગ્રાહકોનો સમાવેશ થાય છે. વધુમાં, પાવર યુટિલિટી કંપનીઓએ ગયા અઠવાડિયે MERC સમક્ષ તેમની મધ્ય-ગાળાની સમીક્ષા અરજીઓ દાખલ કરી હતી અને સૂત્રોએ સોમવારે સંકેત આપ્યો હતો કે કેટલીક યુટિલિટી કંપનીઓ 1 એપ્રિલથી રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ટેરિફમાં વધારો કરે તેવી શક્યતાને નકારી શકાય નહીં. જોકે, આ સંદર્ભે નો આખરી નિર્ણય MERC દ્વારા લેવામાં આવશે.
ગ્રાહક અધિકાર કાર્યકર્તાઓ આ સંદર્ભે હવે બાથ ભીડી લેવાના મૂડમાં છે. ભાવ વધારા સંદર્ભે ટેરિફ રેગ્યુલેટરી એજન્સીએ ઓછામાં ઓછી છ સુનાવણી કરવી પડશે. આ સુનાવણીમાં કાર્યકર્તા પોતે હાજર રહેવાની તૈયારી કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Ranji Trophy: રણજી ટ્રોફીની મેચમાં અમ્પાયરિંગ કરતી જોવા મળશે મહિલા અમ્પાયર
વીજળી કંપનીઓની દલીલ છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે કોલસાના ભાવોમાં ઘણો મોટો વધારો આવ્યો છે. જેને કારણે કંપનીઓએ સારું એવું નુકશાન વેઠવું પડી રહ્યું છે. હવે આ નુકસાનની વસૂલી કરવા માટે વીજળીના દર વધારવાની દલીલ કરવામાં આવી છે. એટલે કે હાલ માત્ર ૧૦ થી ૨૦ ટકા જેટલા એડજેસ્ટમેન્ટ ચાર્જીસ વસૂલવામાં આવી રહ્યા છે. પરંતુ શક્ય છે કે આગામી દિવસોમાં વીજળીની કિંમત પ્રતિ યુનિટ વધારવામાં આવે.