ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
હવેથી સ્કૂલ તથા કૉલેજમાં ઍડ્મિશન લેવા માટે બર્થ સર્ટિફિકેટ પણ ચાલશે. હાલમાં જ મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગે બહુ અગત્યનો નિર્ણય લીધો છે. એમાં હવે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ નહીં હોય તો પણ ઍડ્મિશન મળી શકશે. સરકારના આ નિર્ણયને પગલે હવે સ્કૂલ-કૉલેજોની દાદાગીરી બંધ થઈ જવાની શક્યતા છે.
શિક્ષણ વિભાગનાં પ્રધાન વર્ષા ગાયકવાડના જણાવ્યા મુજબ દરેક વિદ્યાર્થીને ભણવાનો તથા એક સ્કૂલથી બીજી સ્કૂલમાં જવાનો અધિકાર છે. કોરોનાની પરિસ્થિતિમાં આર્થિક તંગીનો સામનો કરનારા અનેક પરિવારો સ્કૂલની ફી ભરી શક્યા નથી. આ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા લીવિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યાં નથી. એથી આ વિદ્યાર્થીઓને સરકાર માન્યતા પ્રાપ્ત થતા અનુદાન મેળવતી અન્ય સ્કૂલમાં ઍડ્મિશન લેવામાં તકલીફ થઈ રહી છે. ફ્કત લીવિંગ સર્ટિફિકેટ નહિ હોવાને કારણે તેમને ઍડ્મિશન નથી મળી રહ્યાં.
ચિંતાજનક સમાચાર, ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદી સહિત આ તળાવના પાણીમાં જોવા મળ્યા કોરોના ના જીવાણું
એથી શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણયને પગલે બર્થ સર્ટિફિકેટ પર પણ હવેથી ઍડ્મિશન મળી શકશે. આ નિયમ નવમા તથા દસમા ધોરણના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. સરકારના આ નિર્ણયને કારણે ઍડ્મિશન આપવામાં દાદાગીરી કરનારી સ્કૂલ, કૉલેજોની સાન ઠેકાણે આવશે એવું શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું હતું.