Site icon

Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રમાં હવે મહિલાઓને હર ઘર દુર્ગા અભિયાન હેઠળ અપાશે સ્વ-રક્ષણની તાલીમ, આ સંસ્થાઓમાં શરૂ કરાશે સેલ્ફ ડિફેન્સનાં ક્લાસ.

Har Ghar Durga Abhiyan: કેબિનેટ મંત્રી લોઢાની પહેલથી રાજ્યની ITI સંસ્થાઓમાં સેલ્ફ ડિફેન્સનાં ક્લાસ શરૂ કરાશે

In Maharashtra, women will now be given self-defense training under Har Ghar Durga Abhiyan

In Maharashtra, women will now be given self-defense training under Har Ghar Durga Abhiyan

 News Continuous Bureau | Mumbai

Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રમાં મહિલાઓને અત્યાચારોથી બચવા સક્ષમ બનાવવા માટે તેમને સ્વ-રક્ષણની તાલિમ ( Self-Defense Training )  આપવાનાં થયેલા પ્રયાસનાં ભાગ રૂપે હવે  મહારાષ્ટ્રના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ  આઇ.ટી.આઇ. સંસ્થાઓમાં તેનો અમલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.  હવે હર ઘર દુર્ગા અભિયાન હેઠળ રાજ્યની દરેક સરકારી ઔદ્યોગિક સંસ્થામાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે.  

Join Our WhatsApp Community

બિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ એ સુનિશ્ચિત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા કે જેમ શાળાઓ અને કોલેજોમાં શારીરિક શિક્ષણ માટે ખાસ કલાક હોય છે, તેવી જ રીતે હવે છોકરીઓ ( women  ) માટે સ્વ-રક્ષણ તાલીમ માટે પણ કલાકો અનામત રાખવા જોઈએ. તેમાંથી જ હર ઘર દુર્ગા અભિયાનનો ઉદ્ભવ થયો હતો. 

શારીરિક શિક્ષણની જેમ, મહિલાઓ ( Women Protection ) માટે કરાટે, જુડો જેવી મૂળભૂત સ્વ-રક્ષણ તાલીમ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે કલાક યોજવામાં આવશે, જેનાથી મહિલાઓને કટોકટી અને પડકારજનક પરિસ્થિતિઓમાં અસરકારક રીતે લડવા માટે સક્ષમ બનાવવામાં આવશે. આ તાલીમ આપવા માટે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓનો ( ITI institutions ) સહકાર લેવામાં આવશે, અને વિદ્યાર્થીઓને નિયમિત પ્રેક્ટિસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ તાલિમથી છોકરીઓની શારીરિક શક્તિ વધશે, તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરશે. 

આ સમાચાર પણ વાંચો  :  Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાઈનાન્સે કરી IPOની જાહેરાત, આ તારીખે શરૂ થશે.

આ અંગે વિગતો આપતા મંત્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું કે, “આપણી મહારાષ્ટ્રની ( Maharashtra ) ધરતી રાજમાતા જીજાઉ અને પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરના ચરણોમાં પાવન થઈ છે. અત્યાર સુધી અસંખ્ય મહિલાઓએ આ ભૂમિની રક્ષા અને પ્રગતિમાં યોગદાન આપ્યું છે. મારું દિલ આ મહિલાઓ માટે ધન્યતા અનુભવે છે., આ મહિલાઓના આદર્શને ધ્યાનમાં રાખીને અમે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને ‘ઘર ઘર દુર્ગા અભિયાન’ શરૂ કરી રહ્યા છીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version