Site icon News Continuous Bureau | Mumbai

ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગણેશવિસર્જન દરમિયાન મુંબઈ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લામાં 6 લોકો પાણીમાં ડૂબી ગયા હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. મુંબઈમાં 3, પિંપરી-ચિંચવડમાં 2 અને અમરાવતીમાં 1 એમ  છ લોકો ડૂબી ગયા હતા. જેમાં 3 લોકોને શોધવા વર્સોવા મોડી રાત સુધી સર્ચ ઑપરેશન ચાલુ હતું.
કોરોનાના સંકટ વચ્ચે અનેક પ્રતિબંધો હેઠળ આ વખતે રાજ્યમાં ગણેશોત્સવ શાંતિથી પાર પડ્યો હતો. જોકે અનંતચતુર્દશીના વિસર્જન દરમિયાન અનેક પ્રતિબંધો બાદ પણ વિસર્જન માટે પાણીમાં ઉતરનારા ડૂબી જવાના બનતા હોય છે. વર્સોવા બીચ પર રવિવારે રાતના 9 વાગ્યાની આસપાસ દરિયામાં ઊતરેલા 5 છોકરા ડૂબી ગયા હતા. સદનસીબે સ્થાનિક રહેવાસીઓએ બે લોકોને બચાવી લીધા હતા. તેમને તુરંત કુપર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પંરતુ બાકીના 3 છોકરા પાણીમાં તણાઈ ગયા હતા. ફાયરબિગ્રેડ, સ્થાનિક પોલીસ, પાલિકાનું ડિઝાસ્ટર ખાતું તથા કોસ્ટ ગાર્ડ દ્વારા મોડી રાત સુધી સર્ચ ઑપરેશન ચાલ્યું હતું. જોકે વરસાદનું જોર ભારે હોવાને કારણે તથા અંધારાને કારણે સફળતા મળી નહોતી. સોમવાર સવાર સુધી ત્રણેની કોઈ ભાળ મળી નહોતી.
પુણે જિલ્લામાં મોશી આણંદી રોડ પર ઇન્દ્રાણી નદીના પટમાં વિસર્જન દરમિયાન બે યુવકો તણાઈ ગયા હતા. બંનેની ઉંમર 18 અને 20 વર્ષની આસપાસ હતી. જેમાં એકનો મૃતદેહ હાથ લાગ્યો હતો, તો બીજાનો સોમવાર સવાર સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો. અમરાવતી જિલ્લાના ચાંદુરમાં પણ 17 વર્ષનો ટીનએજર ડૂબી ગયો હતો. 

 

Join Our WhatsApp Channel
Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version