ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 સપ્ટેમ્બર 2020
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાને લીધે આ વર્ષે ગણેશોત્સવ ખૂબ જ સરળ રીતે ઉજવવામાં આવ્યો. ગણેશોત્સવને પગલે મુંબઇના ઘણા મોટા વ્યાવસાયિક નવરાત્રી મંડળોએ સાદાઈ અને સરળતાથી નવરાત્રી ઉજવવાનું નક્કી કર્યું છે. આ વર્ષે પાસ વેંચ્યા વિના ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
નોંધનીય છે કે, ઘણા નવરાત્રી મંડળોએ તો વાર્ષિક દાંડિયા રાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. તળ મુંબઈ સહિતના પરામાં દર વર્ષે નવરાત્રી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જો કે , આ વર્ષે, કોરોનાને કારણે નિયમોનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે તેનું ગંભીરતા પૂર્વક પાલન કરવાનું રહેશે અને ખેલૈયાઓ પાસે પાલન કરાવવાનું પણ રહેશે.
# સરકારી ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી છે.–
આ વર્ષે અધિક માસ હોવાથી નવરાત્રી માટે એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. તેથી, તહેવાર માટેના નિયમોની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. પરિણામે, ઘણા કમર્શિયલ નવરાત્રી મંડળોએ તેમના નિર્ણયની જાહેરાત કરી નથી. તેમનું કહેવું છે કે તહેવાર અંગેના નિયમો જાહેર થયા પછી જ અમે ઉત્સવ અંગે અંતિમ નિર્ણય લઈશું.
