Site icon

Navsari Ayurvedic Medicine Raid : ગુજરાતના આ શહેરમાં ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ કરનારાઓનો પર્દાફાશ, રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત.

Navsari Ayurvedic Medicine Raid : આયુર્વેદિક દવાની આડમાં એલોપેથીક દવા ભેળવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા રેકેટનો પર્દાફાશ. નવસારીના કાંગવાઈ ગામે રહેતા વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો

In Navsari, racket of adulterating and selling allopathic medicine under the guise of Ayurvedic medicine busted

In Navsari, racket of adulterating and selling allopathic medicine under the guise of Ayurvedic medicine busted

News Continuous Bureau | Mumbai

Navsari Ayurvedic Medicine Raid :  ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ  પટેલની કડક સૂચના અન્વયે રાજ્યમાં ( Gujarat Government ) ગેરકાયદેસર–બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  

Join Our WhatsApp Community

જેના ભાગરૂપે તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં ( Ayurvedic Medicine ) એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ ગામે રહેતા ઇમરાન સુલેમાન મોલધારીયા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારનો એલોપેથીક દવાઓ તથા આયુર્વેદિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ડાયાબિટીસને લગતી આયુર્વેદિક દવાઓમાં એલોપેથીક દવા (  Allopathic medicine ) હોવાની શંકાને ધ્યાને રાખી આયુર્વેદિક દવાના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૧૦ દવાઓના નમુનાઓ લઈ પૃથક્કરણ કરવા માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Panchkula Bus Accident : પંચકુલામાં બાળકોથી ભરેલી બસ ખાડામાં પડી, આટલા બાળકો ઘાયલ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ; જુઓ વિડીયો

આ અંગે ગુજરાતના ( Navsari Ayurvedic Medicine Raid ) ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇંગ સ્કોડના વડા શ્રી એ.એ.રાદડિયા અને તેમની ટીમ, વડી કચેરીના અધિકારીશ્રી તથા નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશ્નર શ્રી જે.પી.પટેલ અને અન્ય અધિકારીશ્રીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર રીતે દવાનું ઉત્પાદન તેમજ વેચાણમાં સંડોવાયેલા વ્યક્તિ વિરુદ્ધ દવાના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી કડક કાયદેસરની કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version