સ્વાસ્થ્ય જાળવણી માટે લોકોને પ્રેરિત કરવાંનો બાળકોનો ઉમદા પ્રયાસ, આ રીતે બનાવી વિશાળ માનવ પ્રતિકૃતિ.. જુઓ ફોટો..

In pictures: 500 students create human figure of bicycle in Surat

 News Continuous Bureau | Mumbai
સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ.

In pictures: 500 students create human figure of bicycle in Surat
In pictures: 500 students create human figure of bicycle in Surat

ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

આ સમાચાર પણ વાંચો:  ખુશખબર! આ રાજ્યમાં સ્થપાશે દેશની પ્રથમ ગીગા ફેક્ટરી, 13 હજાર કરોડનું રોકાણ અને 13 હજાર નોકરીઓ આવશે