ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 નવેમ્બર 2021
સોમવાર.
હરિયાણા અને હિમાચલ પ્રદેશ બાદ હવે પંજાબ સરકારે પણ રવિવાર મધરાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે અનુક્રમે 10 રૂપિયા અને પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ હતું કે ચંડીગઢને છોડીને હવે રાજયમાં પેટ્રોલના દર એકદમ ઓછા કરવામાં આવ્યા છે.તો રાજયમાં ડિઝલની કિંમત પણ હરિયાણા અને રાજસ્થાનની સરખામણીમાં ઓછા થઈ ગયા છે. પેટ્રોલ પર રહેલા વેટના દરમાં 27.27 ટકાને ઘટાડીને 15.15 ટકા અને ડિઝલ પર 17.57 ટકાને ઘટાડીને 10.91 ટકા કરી દેવામાં આવી છે.
પંજાબની વિધાનસભાની ચૂંટણી નજીક છે. પંજાબમાં ખેડૂતો વધુ છે. જે ખેતીના અનેક કામ માટે ડિઝલનો ઉપયોગ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર થી નારાજ રહેલા ખેડૂતોને ખુશ કરવા પંજાબ સરકારે આ પગલું લીધું હોવાનું પણ કહેવાય છે.
મહારાષ્ટ્રના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મંત્રીઓની ધરપકડ થઈ; જાણો કયા કેસમાં કોને થઈ જેલ
અહીં ઉલ્લેખનીય છે કે ઈંધણના આસમાને પહોંચેલા દરને પગલે કેન્દ સરકારે તેના પર રહેલી એક્સાઈસ ડ્યુટી ઘટાડી દીધા બાદ અન્ય રાજયોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. જેને પગલે અનેક રાજયમા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. હવે પંજાબ પણ તેમાં જોડાઈ ગયું છે.