ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને, પૂજા સ્થળો ફરી શરૂ કરવા અંગે લખેલા પત્ર પર કડક પ્રતિક્રિયા આપી હતી. શિવસેનાના સાથીપક્ષના પ્રમુખ શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાજ્યપાલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા પર વાંધો ઉઠાવ્યો છે. તેઓ એ લખ્યું કે તેઓ મહારાષ્ટ્ર ના રાજ્યપાલની ભાષાથી તેઓ "આશ્ચર્યચકિત થઈ ગયા છે."
શરદ પવારે લખ્યું છે કે, હું માનું છું કે રાજ્યપાલ આ મુદ્દે તેમના સ્વતંત્ર મંતવ્યો અને અભિપ્રાય આપી શકે છે. હું રાજ્યપાલના અભિપ્રાયની પણ પ્રશંસા કરું છું કે મુખ્યમંત્રી સમક્ષ તેમના મંતવ્યો રજૂ કર્યા..જોકે, હું એ જોઈને પણ આશ્ચર્યચકિત છું કે રાજ્યપાલનો પત્ર મીડિયામાં રજૂ થયો છે અને પત્રમાં જે પ્રકારની ભાષા વપરાય છે, તેનાથી હું આહત છું."
બીજીબાજુ સૂત્રો ના જણાવ્યા મુજબ સીએમ ઉધ્ધવ ઠાકરે પણ રાષ્ટ્રપતિ ને પત્ર લખી મહારાષ્ટ્ર ના રાજ્યપાલને હટાવવાની માંગ કરશે..