Site icon

Gujarat Gas Connection: સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો

Gujarat Gas Connection: જુલાઇ 2023માં ડોમેસ્ટિક PNG કનેક્શન 30.78 લાખ હતા, ફેબ્રુઆરી 2024 સુધીમાં 32.53 લાખ. વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર.

In seven months, the number of piped natural Gas Connections in Gujarat's houses increased by two lakhs

In seven months, the number of piped natural Gas Connections in Gujarat's houses increased by two lakhs

News Continuous Bureau | Mumbai

Gujarat Gas Connection:  વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની ( Gujarat  ) એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના ( Natural Gas ) બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની ( PNG ) સંખ્યા ઝડપથી વધી રહી છે.  કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે. 

Join Our WhatsApp Community

 જુલાઇ 31, 2023 સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક PNG કનેક્શનની સંખ્યા 3,078,162 હતી જે 29 ફેબ્રુઆરી 2024માં 3,253,175 સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં 5.6%ના વધારા સાથે કુલ 175,013 કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે.

Gujarat Gas Connection: વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર

વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

ઔદ્યોગિક PNG કનેક્શન (ટોપ પાંચ રાજ્ય)

આ સમાચાર પણ વાંચો  :  Gujarat : ગુજરાત સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્સીયલ ડ્રગ લીસ્ટમાં કર્યો આટલો વધારો

આ ઉપલબ્ધિ અંગે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, “આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું  હતું ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિદ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં ખાસ કરીને ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તેમણે સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કર્યું અને સાથે ગુજરાતને સોલાર પોલિસીની ભેટ આપી. આ તમામ પ્રયત્નો પર્યાવરણની રક્ષા કરવા માટેના હતા.આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ પ્રયાસોને આગળ વધારી રહ્યા છે. ખાસ એક વાતની નોંધ આપણે લેવી જોઇએ કે છેલ્લા સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં PNG કનેક્શનની ( PNG connection )  સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક ગેસ કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં  પ્રથમ નંબરે છે. આ નોંધપાત્ર પ્રગતિ છે અને વડાપ્રધાનશ્રીના વર્ષ 2070 સુધી કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સુંદર રીતે પ્રગતિ કરી રહ્યું છે. “

Gujarat Gas Connection: ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ( GSPC ) હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના ( GGL ) પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014ના માર્ચ મહિનામાં GGLનું નેટવર્ક 13,517 કિલોમીટર હતું જે માર્ચ 2024 સુધી વધીને 34,832 કિલોમીટર સુધી પહોંચ્યું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai Local Stunt :મુંબઈની લોકલમાં સ્ટંટ કરવો પડ્યો ભારે; યુવકે ગુમાવ્યો એક પગ અને એક હાથ, મધ્ય રેલવેએ કરી આ અપીલ. જુઓ વિડીયો

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version