Site icon

રાજ્યમાં આટલા ટકા મસ્જિદો તેમ જ મંદિરો પર લાઉડ સ્પીકર છે. કેટલા છે ગેરકાયદે? મીડિયામાં આવ્યો અહેવાલ.જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રમાં(Maharashtra) ધાર્મિક સ્થળો(Religious places) પર રહેલા લાઉડસ્પીકરનો વિવાદ(Loudspeaker Row) દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે રાજ્યમાં 2,940 પ્રાર્થના સ્થળ પર લાઉડ સ્પીકર હોય તેમાંથી  60 ટકા મસ્જિદ(masjid) પર તો  35 ટકા મંદિર(Temple) પર લાઉડસ્પીકર હોવાની ચોંકાવનારી માહિતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન(RTI) તેમ જ પોલીસે દાખલ કરેલ એફિડેવિટમાં બહાર આવી છે.

Join Our WhatsApp Community

બોમ્બે હાઈ કોર્ટમાં(Bombay high court) દાખલ કરવામાં આવેલી એક પીટીશનમાં મુજબ રાજ્યમાં 2,940 પ્રાર્થના સ્થળ પર  લાઉડસ્પીકર છે. તેમાંથી 60 ટકા મસ્જિદ, 35 ટકા મંદિર, 2.85 ટકા ચર્ચ પર, 1.32 ટકા બુદ્ધ વિહાર તો 0.74 ટકા લાઉડસ્પીકર ગુરુદ્વારા પર હોવાનું બહાર આવ્યું છે.

ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) નિયંત્રણ અને નિયમન આ કાયદો 2000માં મંજૂર થયો છે. પરંતુ પ્રાર્થનાસ્થળ પરના લાઉડસ્પીકર ના નિયમો અમલમાં લાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે. મુંબઈને બાદ કરતા રાજ્યના અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં લાઉડસ્પીકરને લઈને ચોક્કસ આંકડા વાળી અને નોંધ નો અભાવ હોવાનું જણાઈ આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતના કિનારેના દરીયામાં એટીએસની સ્ટ્રાઈક, રૂ.300 કરોડનું ડ્રગ્સ અને આટલા લોકો પકડાયા.

રાજ્યમાં હિંગોલી માં પોલીસની મંજૂરીને લઈને માત્ર બે  જ લાઉડ સ્પીકર લગાડયા છે, તેની સામે 302 ગેરકાયદે હોઈ પોલીસે તેની સામે પગલાં લીધા છે. ઉસ્મનાબાદમાં 20 મંજૂરી સાથે લાઉડસ્પીકર બેસાડ્યા છે,  તેની સામે 70 લાઉડસ્પીકર ગેરકાયદે છે. વર્ધામાં 60 લાઉડસ્પીકર મંજૂરી સામે 60 ગેરકાયદે છે. અમરાવતી શહેરમાં 354 કાયદેસરના લાઉડસ્પીકર સામે 134 ગેરકાયદે હોઈ તેની સામે પોલીસે કાર્યવાહી કરી છે. અમરાવતી ગ્રામીણમાં 163 કાયદેસરના લાઉડસ્પીકર સામે 253 ગેરકાયદે છે. ભંડારામાં 36 કાયદેસરના લાઉડસ્પીકર સામે  26 ગેરકાયદે સ્પીકર છે. નંદુરબારમાં(nandurbar) કાયદેસરના 196 લાઉડસ્પીકર છે. ગોંદિયા માં નવ ગેરકાયદેસર અને ભંડારામાં 29 ગેરકાયદેસર લાઉડસ્પીકર છે, તેની સામે પોલીસે પગલાં લીધા છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version