Site icon

આઇટી ક્ષેત્રે હવે પૂનાનો ઈજારો જશે? ગુજરાતના આ શહેરમાં હજારો આઈટી કંપની ઊભી થઈ. જાણો વિગત.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

04 જાન્યુઆરી 2021

આજ સુધી IT ક્ષેત્રમાં પુનાનું એક હથ્થુ શાસન હતું. પરંતુ એ માન હવે ગુજરાતની ડાયમંડ સીટી સુરતને મળી રહયું છે.  ખાસ કરી ને લોકડાઉન બાદ પણ સુરતનો ડંકો વાગ્યો છે. 2 વર્ષમાં જ 1600 IT કંપની ખુલી ગઈ છે. આથી એને એક સંગઠનનું રૂપ આપવા માટે, હીરા બુર્સ જેવું IT હબ બનાવવા એસોસીએશન બન્યું છે. ચેમ્બરે પ્રથમ વખત આઈટી કમિટીની રચના કરી, દક્ષિણ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટી સ્થપવા જઈ રહી છે.

હીરા અને કાપડ ઉદ્યોગ બાદ સુરત હવે આઇ.ટી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 1600 આઇ.ટી.કંપનીઓ કાર્યરત થઇ, જેમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓને રોજગાર મળ્યો છે. 2019માં આ શહેરમાંથી અંદાજે 4 હજારથી વધારે એપ્લિકેશન બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર મુકવામાં આવી હતી. 

જેમાં પણ સુરતમાં સૌથી વધુ વધારે એપ્લિકેશન વરાછા વિસ્તારમાં બની રહી છે. સુરતમાં આઉટ સોર્સિંગનું કામ મોટા પ્રમાણમાં કરતી કંપનીઓ છે. જેમાં ખાસ કરીને બેંકના સોફ્ટવેર મેકિંગ, ફુડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેર માટેના કામ સુરતમાં થાય છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં આઉટ સોર્સિંગનું કામ 4 હજાર કરોડનું છે.

સુરતમાંથી બીએસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ, એમસીએ, કોમ્પ્યુટર સાયન્સ સહિતના વિવિધ કોર્સ કરીને દર વર્ષે અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓ બહાર નિકળે છે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version