News Continuous Bureau | Mumbai
મધ્ય પ્રદેશ સરકારે પર્યાવરણ ના જતન માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આટલી મોટી રકમ તેમ ઈન્દોર શહેર માટે અત્યાધુનિક સાઈકલ ખરીદવા પાછળ ખર્ચવાની છે. લોકોને 10 રૂપિયામાં 10 કલાક સાયકલ ચલાવવાની સુવિધા ઉપલબ્ધ થશે.
ઈંદોરની ગણતરી દેશના અત્યંત સ્વચ્છ શહેરોમાં એક ગણાય છે. ઈંદોરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હેઠળ 3,000 સાયકલ ખરીદવામાં આવવાની છે. આ યોજના પાછળ સરકાર 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકાણા નથી પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ફૂલ સ્પીડે, આટલા ટકા જમીનનું સંપાદન થઈ ગયું. ગુજરાત સરકારની જાહેરાત.
એક મીડિયા હાઉસના કહેવા મુજબ “ઈંદોર પબ્લિક સાઈકલ સિસ્ટમ” નામની આ યોજનાનું સંચાલન પબ્લિક-પ્રાઈવેટ ભાગીદારીના આધાર પર કરવામાં આવવાનું છે. લોકોને એકદમ સસ્તા ભાવે સાયકલ ઉપલબ્ધ થશે. સરકારના દાવા મુજબ સાયકલથી જોડાવાને કારણે પર્યાવરણની રક્ષા થશે અને પેટ્રોલ-ડિઝલની ખપત પણ ઓછી થશે અને લોકોના આરોગ્યને પણ તેનો ફાયદો થશે.
આ સાયકલ ભાડા પર મળશે અને મોબાઈલ એપ્લિકેશન ની મદદથી તે ખુલશે અને બંધ થશે. આ સાયકલમાં જીપીએસ સિસ્ટમ હશે, તેથી સ્થાનિક પ્રશાસન તેના પર નજર રાખી શકશે. આ સાયકલ 10 રૂપિયામાં 10 કલાક માટે મળશે તો તો તેનું માસિક ભાડુ 349 રૂપિયા હશે.