Site icon

ઈંદોરમાં પર્યાવરણના જતન માટે નવો તુક્કો. 10 રૂપિયામાં ચલાવો આટલા કલાક સાઈકલ.. સરકાર લાવી રૂ.10 કરોડની યોજના.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશ સરકારે પર્યાવરણ ના જતન માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આટલી મોટી રકમ તેમ ઈન્દોર શહેર માટે અત્યાધુનિક સાઈકલ ખરીદવા પાછળ ખર્ચવાની છે. લોકોને 10 રૂપિયામાં 10 કલાક સાયકલ ચલાવવાની સુવિધા ઉપલબ્ધ થશે.

Join Our WhatsApp Community

ઈંદોરની ગણતરી દેશના અત્યંત સ્વચ્છ શહેરોમાં એક ગણાય છે. ઈંદોરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હેઠળ 3,000 સાયકલ ખરીદવામાં આવવાની છે. આ યોજના પાછળ સરકાર 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં ઠેકાણા નથી પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ફૂલ સ્પીડે, આટલા ટકા જમીનનું સંપાદન થઈ ગયું. ગુજરાત સરકારની જાહેરાત.

એક મીડિયા હાઉસના કહેવા મુજબ “ઈંદોર પબ્લિક સાઈકલ સિસ્ટમ” નામની આ યોજનાનું સંચાલન પબ્લિક-પ્રાઈવેટ ભાગીદારીના આધાર પર કરવામાં આવવાનું છે. લોકોને એકદમ સસ્તા ભાવે સાયકલ ઉપલબ્ધ થશે. સરકારના દાવા મુજબ સાયકલથી જોડાવાને કારણે પર્યાવરણની રક્ષા થશે અને પેટ્રોલ-ડિઝલની ખપત પણ ઓછી થશે અને લોકોના આરોગ્યને પણ તેનો ફાયદો થશે.

આ સાયકલ ભાડા પર મળશે અને મોબાઈલ એપ્લિકેશન ની મદદથી તે ખુલશે અને બંધ થશે. આ સાયકલમાં જીપીએસ સિસ્ટમ હશે, તેથી સ્થાનિક પ્રશાસન તેના પર નજર રાખી શકશે. આ સાયકલ 10 રૂપિયામાં 10 કલાક માટે મળશે તો તો તેનું માસિક ભાડુ 349 રૂપિયા હશે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version