Site icon

Dahod Rape Case: દાહોદમાં માસુમ બાળકીના દુષ્કર્મ કેસમાં ગુજરાત સરકાર એકશન મોડમાં, માત્ર ૧૨ દિવસમાં આટલા પાનાની ચાર્જશીટ કરી દાખલ.

Dahod Rape Case: દાહોદમાં માસુમ દીકરી સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં રેકર્ડઝ બ્રેક ૧૨ દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી. ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ ફાઇલ કરી. કુલ ૧૭૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી : ૧૫૦ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા. સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી શ્રી અમિત નાયરની નિમણુક કરવામાં આવી

In the case of rape of girl in Dahod, the Gujarat government in action mode filed a charge sheet of 1700 pages within 12 days.

In the case of rape of girl in Dahod, the Gujarat government in action mode filed a charge sheet of 1700 pages within 12 days.

 News Continuous Bureau | Mumbai

Dahod Rape Case: દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ( Rape Case ) ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ રેકર્ડઝ બ્રેક ૧૨ દિવસમાં દાખલ કરી છે. જેમાં કુલ ૧૭૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને ૧૫૦ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહિ, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી શ્રી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.  

Join Our WhatsApp Community

મંત્રીએ કહ્યુ કે, ચાર્જશીટમાં ( charge sheet ) Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે.  તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની ( Gujarat Police ) સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.

મંત્રીએ ( Harsh Sanghavi ) વધુમાં ઉમેર્યુ કે, Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે. 

આ સમાચાર પણ વાંચો :  Rashtriya Raksha University: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ આઈટીબીપીના આટલા તાલીમાર્થી અધિકારીઓને ડિપ્લોમાથી કર્યા સન્માનિત.

તે ઉપરાંત Forensic chemistry: બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. Forensic Vehicle analysis:પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. Forensic Toxicology, Forensic Voice Spectrography: આરોપી ( School Principal ) એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version