News Continuous Bureau | Mumbai
ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મહારાષ્ટ્ર સ્ટેટ જનરલ સેક્રેટરી શંકર ઠક્કરે એક પરિપત્રમાં જણાવ્યું છે કે બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ દ્વારા ગુજરાતી સમાજ વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીની સખત નિંદા વ્યક્ત કરીને માફી માંગવાની માંગ કરી છે. અન્યથા મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકને મળ્યા બાદ FIR દાખલ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીની મુસીબતો ઓછી નથી થઈ રહી, મોદી સરનેમ કેસમાં હવે પટનાથી પણ સમન્સ. આ તારીખે હાજર થવાનો આદેશ..
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મીડિયામાં આપેલું નિવેદન અત્યંત નિંદનીય છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતાં કહ્યું હતું કે આજની પરિસ્થિતિમાં ગુજરાતીઓ જ ઠગ હોય શકે છે. નાયબ મુખ્યમંત્રીએ પોતાનું રાજકારણ ચમકાવવા માટે આવી અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. તેજસ્વી યાદવે આપેલા આ નિવેદનથી ગુજરાતી સમાજ દુઃખી થયો છે.
મહાસંઘના મહાસચિવ તરુણ જૈને તેજસ્વી યાદવના આ નિવેદનની સખત નિંદા કરી અને કહ્યું કે સમગ્ર સમાજ માટે આવી ખરાબ ભાષાનો ઉપયોગ વરિષ્ઠ હોદ્દા પર બેઠેલા નેતા દ્વારા કરવામાં આવી રહેલી નિમ્ન સ્તરની રાજનીતિ સાબિત કરી રહ્યું છે. જો નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ પોતાનું નિવેદન પાછું લઈને માફી નહીં માંગે તો અમારે તેમની સામે આંદોલન કરવું પડશે અને એફઆઈઆર નોંધીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરીશું.