News Continuous Bureau | Mumbai
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાઓને ઈ-ચલાન મોકલવામાં આવે છે. પરંતુ લાખો લોકોએ ઈ-ચલાનમાં મોકવલામાં આવેલી દંડની રકમ ચૂકવી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં બે લાખ વાહનચાલકોએ લગભગ 54 કરોડ રૂપિયાનો ઈ-ચલાનમાં મોકલવામાં આવેલા દંડની રકમ પોલીસને ચૂકવી નથી. આવા લોકો પાસેથી દંડની રકમ વસૂલવી પોલીસ માટે લોઢાના ચણા ખાવા સમાન થઈ ગયું છે.
થાણેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 13,19,815 વાહન ચાલકોએ 54,06,94,100 રૂપિયા ચૂકવવાના બાકી છે. અત્યાર સુધી થાણે ટ્રાફિક પોલીસે 2,14,227 વાહનચાલકોને દંડ ભરવા માટે નોટિસ મોકલી છે. જો નોટિસ બાદ પણ તેઓએ દંડની રકમ નહીં ભરી તો તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : પંજાબ રાજ્યસભાની સીટો પર AAPની ક્લીન સ્વીપ, ભજ્જી-ચઢ્ઢા સહિત આ ઉમેદવાર વિજેતા બન્યા; જાણો વિગતે
મોટર વેહીકલ ઇમ્પ્રુવમેન્ટ એક્ટ હેઠળ વધારવામાં આવેલો દંડનો નિયમ અમલમાં મુકાઈ ગયો છે. છેલ્લા બે મહિનામાં 89,602 વાહન ચાલકો પર 3,73,68,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં 31,290 કેસ નોંધાયા હતા અને 1,21,57,550 રૂપિયા અને ફેબ્રુઆરી 2022માં 30,880 કેસમાં 1,32,97,250 રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો હતો.