ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
રાજકારણના આટાપાટા વચ્ચે ક્યારે શુ થશે તેની આગાહી કરી શકાતી નથી. આવો જ એક આશ્ચર્ય જનક કિસ્સો ગુજરાતમાં બન્યો છે. કોંગ્રેસની મહિલા પ્રમુખની સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી હતી, એ મહિલા કોંગ્રેસી પ્રમુખને, ભાજપના જ તમામ સભ્યોએ સમર્થન આપ્યુ હતુ. ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના મત વિસ્તારમાં ખેલાયેલા આ રાજકારણે અનેક તર્ક વિતર્ક ઉભા થયાં છે.
વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અનુપાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોવાથી આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં ભાજપના આઠ સભ્યોની સામે કોંગ્રેસના બાર સભ્યો છે. આ બારમાંથી કેટલાક સભ્યોએ બળવો કરીને ભાજપને ટેકો આપવાની ગોઠવણ થઇ હતી. આ અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપના સભ્યોનું પણ સમર્થન હતુ. પરંતુ આજે ભાજપના સભ્યોની ભૂમિકા નાટકીય રીતે બદલાઇ ગઇ હતી.
ભાજપાના તમામ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન કરવાના બદલે, જેમની સામે દરખાસ્ત હતી તે વર્તમાન પ્રમુખ અનુપાબેન બારીયાના પક્ષમાં વિશ્વાસ મત આપ્યો હતો. જ્યારે કોંગ્રેસના પાંચ સભ્યોએ ગેરહાજર રહીને અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યુ હતુ.
ગેરહાજર રહેલા તમામની સામે વ્હિપનો ભંગ કરવા બદલ, શિસ્તભંગના પગલા ભરવા કોંગ્રેસના તાલુકા પ્રમુખ દ્વારા પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરવામાં આવી હતી. ભાજપી મોરચે આ બદલાયેલા રાજકારણ બાદ આંતરીક ગરમાવો આવી ગયો હતો. ભાજપાના હાથમાં આવેલો કોળીયો જતો રહ્યો હોવાની નારાજગી પણ શરૂ થઇ ગઇ છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com