સૌથી કડક કાયદો : આ રાજ્યમાં જો દુકાનદાર કે ઘરાક આ માસ્ક વગર દેખાયો તો દુકાન સાત દિવસ માટે સીલ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

શનિવાર

અનેક રાજ્ય સરકારોએ લોકોને લાઇન પર લાવવા માટે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. માસ્ક ન પહેરવું એ ગુનો છે તેમ છતાં આ સંદર્ભે લોકો ઉદાસીનતા સેવે છે.

જો કે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આ સંદર્ભે સ્થાનિક પ્રશાસને કડક પગલાં લીધા છે. સ્થાનિક પ્રશાસને પરિપત્ર બહાર પાડ્યું છે કે જે કોઈ દુકાનમાં અથવા રેસ્ટોરન્ટમાં અથવા ગલ્લા પર દુકાનદાર અથવા ગ્રાહક એ બેમાંથી કોઈ પણ વ્યક્તિ માસ્ક દેખાશે તે વ્યવસાયક અસ્થાપનને સાત દિવસ માટે સીલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં કડક કાયદો લોકોને ઠેકાણે લાવશે.

મહત્વપૂર્ણ સમાચાર : મુંબઈ શહેરમાં હવે ગાડી ઉપર કમ્પલસરી લગાડવા પડશે આ ત્રણ રંગના સ્ટીકર. જેના આધારે પ્રવાસ કરવા મળશે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment