ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
ઉત્તરાખંડમાંથી એક અજબ-ગજબ મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંથી ધોળે દિવસે ચોરો આખેઆખો રસ્તો લઈને છૂ થઈ ગયા છે. રાજ્યના રૂડકી જિલ્લામાં ગંગનહર કોટવાલી વિસ્તારના બીટી ગંજમાં 4 મહિના પહેલા જાહેર બાંધકામ વિભાગ દ્વારા બાંધવામાં આવેલી ઇન્ટર-લોકિંગ ટાઇલ્સનો રસ્તો બુધવારે ધોળે દિવસે ચોરી કરવામાં આવ્યો હતો. જેસીબી મશીન દ્વારા રસ્તાની તમામ ટાઇલ્સ ટ્રૅક્ટર-ટ્રોલીઓ દ્વારા મોકલવામાં આવી હતી.
રસ્તાની ચોરી અંગે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને જાણ થતાં જ વિભાગમાં હલચલ મચી જવા પામી હતી. જે બાદ વિભાગના જે.ઇ. અતુલ રાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા કામ બંધ કરાવ્યું હતું. રાણાએ મીડિયાને કહ્યું હતું કે આ રસ્તો ૪ મહિના અગાઉ જ તેમના વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ એક અહેવાલ બનાવીને તેમના ઉપરી અધિકારીને આપશે.
મલાડના ધારાસભ્ય અસલમ શેખની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો
ઉલ્લેખનીય છે કે તપાસ અને અહેવાલની સોંપણી કરાયા બાદ માર્ગ ચોરી કરનાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઘટના સ્થળે હાજર એક સામાજિક કાર્યકર તનુજ રાઠીએ આક્ષેપ કર્યો હતો કે આ રસ્તા પરથી ટાઇલ્સ કાઢીને શહેરના ધારાસભ્ય પ્રદીપ બત્રાના પ્રતિનિધિ પ્રમોદ સૈની દ્વારા તેમના ગામમાં લઈ જવાય છે, જે ખૂબ શરમજનક કૃત્ય છે.