કેરળના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આ વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીમાં તે વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય જે સતત બે ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે.
આ નિયમ લાગુ થવાને કારણે કુલ ૨૫ ધારાસભ્યો ની ટિકિટ કપાઈ ગઈ છે જેમાં પાંચ મંત્રી શામેલ છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પાંચ વાર ચૂંટણી જીત્યા છે પરંતુ સતત બે વાર નથી જીત્યા એટલે તેઓ ચૂંટણી લડશે.
