ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર
વડનગર ખાતે ૬ ડિસેમ્બરે યોજાયેલા સંવિધાન ગૌરવ યાત્રા સમાપન કાર્યક્રમમાં ચોરોએ મોટા ધુરંધરોના ખીસ્સા ખાલી કર્યા હોવાની ચર્ચા સમગ્ર વડનગર શહેર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં વહેતી થઈ છે. જાે કે કાર્યક્રમ દરમિયાન વડનગર સ્ટેશન, તાનારીરી, બીએન હાઇસ્કુલ આસપાસના કેટલાક કાર્યકર્તાઓનાં પાકીટ ચોરી થતાં બુમરાણ મચી હતી. ઉલ્લેખનીય છે કે ખુદ શહેર ભાજપ પ્રમુખ રાજેન્દ્ર મોદીનું પાકીટ પણ ચોરાઈ ગયું હતું. જેના પછી તેમણે ગઈકાલે મંગળવારે સાંજે વડનગર પોલીસ મથકમાં અજાણ્યા ચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના જરૂરી ડોક્યુમેન્ટ અને રૂપિયા પાંચ હજાર સહિતનું પાકીટ કોઈક ચોરી ગયું હતું. જાે કે આ અંગે ફરિયાદી રાજેન્દ્ર મોદીએ સોમવારે કાર્યક્રમ દરમિયાન ઊંઝા છઁસ્ઝ્ર ચેરમેન, વડનગર ભાજપ મહામંત્રી, એચ આર પઠાણ એડવોકેટ સહિત અંદાજે ૨૫થી વધુ લોકોના પાકીટ ચોરી થયા હોવાનું જણાવ્યું હતુંમહેસાણા જિલ્લામાં સોમવારે વડનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ યાત્રાનું સમાપન થયું હતું. એ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦૦ જેટલી સંખ્યામાં લોકો જાેડાયા હતા. જાે કે આ કાર્યક્રમમાં અંદાજે ૨૦થી વધુ લોકોના પાકીટ ચોરી થયા હોવાની વિગતો મળી હતી. તેમજ હાલમાં વડનગર પોલીસ મથકે શહેર ભાજપ પ્રમુખ રાજેન્દ્ર મોદીએ પોતાનું પણ પાકીટ ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.