News Continuous Bureau | Mumbai
Vadodara: પોસ્ટ ખાતાની ( Postal Department ) જીવન વીમા યોજના ( Life Insurance Plan ) , મહિલા વિકાસ પત્રો ( Women Development Papers ) ,અંત્યોદય શ્રમિક યોજના,સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓને ( beneficiaries ) લાભોનું વિતરણ કરવામાં વડોદરાના પોસ્ટ વિભાગના તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ સમારોહમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની ( devusinh chauhan ) ઉપસ્થિતિમાં પોસ્ટ વિભાગની 4 નવી પોસ્ટ ઑફિસોનું ( post offices ) વર્ચુઅલી લોકાર્પણ ( Virtual launch ) કરવામાં આવ્યુ. આ પ્રસંગે સાઉથ ઝોન પોસ્ટમાસ્તર જનરલ સુચેતા જોશી, અને વડોદરાના ડિરેકટર ડૉ.એસ શિવરામ,અન્ય અધિકારીઓ સહિત લાભાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. દેવુસિંહ ચૌહાણે ટપાલ વિભાગની સિદ્ધિઓ વર્ણવી હતી તેમજ કર્મચારીગણને લોકો સુધી વિવિધ સેવાઓ ગુણવત્તાબદ્ધ આપવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Inauguration of 4 new offices of the Department of Posts at Vadodara by the Union Minister of State for Communications
વડોદરા ખાતે પોસ્ટ વિભાગ દ્વારા યોજયેલ સમારોહમાં પોસ્ટ વિભાગની 4 નવી કચેરી નું લોકાર્પણ કેન્દ્રીય રાજય સંચારમંત્રીના હસ્તે કરવામાં આવ્યૂ હતું. આ ઉપરાંત પોસ્ટની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે રિમોટ દ્વારા આણંદ અને બારડોલીના અડાસ, સારસા, કડોદ અને ઓરણા ગામની ટપાલ વિભાગની નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Inauguration of 4 new offices of the Department of Posts at Vadodara by the Union Minister of State for Communications
ત્યાર બાદ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ટપાલ વિભાગના સભ્ય બનવાનાં પ્રતીકરૂપે મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓને પાસબુક તેમજ ASSY પોલિસી ધારકોને પોલિસીપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા તેમજ ટપાલ વીમા યોજનાના વારસદારોને વિમાની કલેઇમ રાશીના ચેક સમર્પિત કરવામાં આવ્યા હતા.

Inauguration of 4 new offices of the Department of Posts at Vadodara by the Union Minister of State for Communications
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની પ્રગતિ સાથે સંબંધિત પાસાઓ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
તેમણે જણાવ્યું હતું કે મહિલા નાણાકીય સશક્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી એવી મહિલા સમ્માન બચત પત્ર યોજના ભારતીય ટપાલ વિભાગનાં માધ્યમથી શરુ કરવામાં આવેલ છે. સુકન્યા સમૃધ્ધિ સરકારશ્રીની ફલેગશીપ યોજના છે જે વર્ષ 2015માં “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત શરુ કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે વીમા પોલિસી શરુ કરવામાં આવી છે. જેનું નામ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના(ASSY) છે. જેનો ઉદેશ્ય મજૂર વર્ગને અકસ્માત સામે રક્ષણ પૂરો પાડવાનો છે.

Inauguration of 4 new offices of the Department of Posts at Vadodara by the Union Minister of State for Communications
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.