News Continuous Bureau | Mumbai
Constitution Temple Maharashtra: વિશ્વ લોકશાહી દિવસ નિમિત્તે મહારાષ્ટ્રની ૪૩૪ આઈટીઆઈમાં ૧૫ મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ( Jagdeep Dhankhar ) દ્વારા બંધારણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી ૨૦ સપ્ટેમ્બરે રાજ્યની ૧૦૦૦ કોલેજોમાં ‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ અને પુણ્યશ્લોક અહિલ્યા દેવી સ્ટાર્ટઅપ યોજના શરૂ કરશે.
બંધારણ મંદિરોનો ( Constitution Temple ) ઉદ્ઘાટન સમારોહ રવિવાર ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે એલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે યોજાશે જેમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તથા કૌશલ્ય પ્રધાન મંગલ પ્રભાત લોઢા ઉપસ્થિત રહેશૈ.
આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રનાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી, કેન્દ્રીય પ્રધાન જીતન રામ માંઝી, કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહ, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, વન પ્રધાન સુધીર મુનગંટીવાર, તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશૈ. આ ઉપરાંત ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત દાદા પાટીલ, તથા કૌશલ્ય વિકાસ અને નાવિન્ય મંત્રી મંગલપ્રભાત લોઢા હાજર રહેશે.

Inauguration of Constitution Temple in 434 ITI by Vice President on the occasion of World Democracy Day
Constitution Temple Maharashtra: બંધારણ મંદિર
મહારાષ્ટ્રની ITI સંસ્થાઓમાં ( ITI institutes ) હવે બંધારણ મંદિર બનાવવામાં આવશે. આ મંદિર દ્વારા બંધારણના ઉપદેશો અને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારોનો પણ નિયમિત પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. આ સ્થળે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, સેમિનાર, બંધારણીય પ્રસંગોની સ્મૃતિ અને ઐતિહાસિક મહત્વના દિવસો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
Constitution Temple Maharashtra: આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજના ( Acharya Chanakya Skill Development Centres )
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ માં વ્યાવસાયિક શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. આ નીતિના અમલીકરણ હેઠળ એક નવીન યોજના “આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર” શરૂ કરવામાં આવી છે. રાજ્યની ૧૦૦૦ પ્રતિષ્ઠિત કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ યોજના માટે ૨૫૦૦ કોલેજોમાં દરેક કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં દર વર્ષે લગભગ ૧૫૦ યુવાનોને મફત કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૪૫ વર્ષની વયજૂથના આશરે ૧૫૦૦૦૦ યુવાનોને મફત કૌશલ્ય વિકાસની તાલીમ મળશે. વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ સંપૂર્ણપણે મફત છે અને આ યોજના માટેનો તમામ ખર્ચ કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે.

Inauguration of Constitution Temple in 434 ITI by Vice President on the occasion of World Democracy Day
આ સમાચાર પણ વાંચો : Live show debate : લાઈવ ટીવી ડિબેટ શોમાં મોટી બબાલ: પત્રકાર આશુતોષ અને આનંદ રંગનાથન વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી; જુઓ વિડિયો..
Constitution Temple Maharashtra: પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના
‘પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’ ( Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme) મહિલાઓના સશક્તિકરણ માટે મહિલા સ્ટાર્ટઅપ્સને ભંડોળ અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર બનાવવાનો છે, દેશમાં સૌથી વધુ મહિલા સ્ટાર્ટઅપ્સ ધરાવતા રાજ્ય તરીકે મહારાષ્ટ્રની ઓળખ ઊભી કરવાનો છે. આ યોજના માટે ૧૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, લગભગ ૧૦૦૦ સ્ટાર્ટઅપ્સને ૨૫ લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.
પત્રકાર પષિદમાં કેબિનેટ મંત્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું કે, “ભારતના નિર્માણમાં ઘણી કુશળ અને સદાચારી વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે. તેમની મહેનતના કારણે આજે આપણે પ્રગતિ કરી શક્યા છીએ. આવનારી પેઢી સંવિધાન નિર્માણનો ઈતિહાસ, તેનું મહત્વ જાણે તે જરૂરી છે. આવનાર સમય યુવાશક્તિનો છે, ભારતના યુવાનો માટે સુવર્ણ તકોનો છે, તેથી આ યુવાનોને કુશળ અને સદાચારી બનાવવાની જવાબદારી આપણી છે. આવા યુવાનોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાની શક્તિ છે. બંધારણ મંદિરો અને કોલેજોમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો સ્થાપવાનો આ અમારો ઉદ્દેશ્ય છે. તેને ચોક્કસપણે યુવાનો તરફથી સારો પ્રતિસાદ મળશે. અમે માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ( Narendra Modi ) આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમનો અમૂલ્ય સમય આપવા બદલ આભાર માનીએ છીએ!”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.