ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળનું ઉદ્ઘાટન સોમવારને 3 ઓગસ્ટ..એટલે કે આજે એનસીપી અધ્યક્ષ, સાંસદ શરદ પવારના હસ્તે થશે. શરદ પવાર અહીં યોજાનારા કાર્યક્રમમાં પ્લાઝ્મા ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન પણ કરશે.
લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળએ, કોરોનાની પૃષ્ઠભૂમિ પર આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. દુનિયાભરના ગણેશ ભક્તો લાલ બાગચા રાજાની મુલાકાત લેનારા ભક્તોની વિશાળ ભીડને ધ્યાનમાં લેઈ મૂર્તિ સ્થાપિત કરવાને બદલે માત્ર 'આરોગ્યયોગોત્સવ' ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે લોકમાન્ય બાલ ગંગાધર તિલકના શતાબ્દી વર્ષ નિમિત્તે કે.ઇ.એમ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી પ્લાઝ્મા ડોનેશન કેમ્પ આયોજિત થશે. જ્યાં 3જી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી, સવારે 9 થી બપોરે 12 સુધી નોંધણી કરાશે.
ભારત-ચીન સરહદ પર ગેલવાન ખીણમાં ચીની દુશ્મન સામે લડતા શહીદ થયેલા 22 જવાનોના પરિવારોને 2-2 લાખ રૂપિયા અને પદકથી સન્માનિત કરવામાં આવશે.જ્યારે કોરોના દરમ્યાન લોકોની સેવા કરતી વખતે ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓના પરિવારોને એક એક લાખ અને પદકથી સન્માનિત કરવામાં આવશે. તે જ સમયે, આવશ્યક સેવાઓ માટે ફરજ બજાવતાં વિવિધ કોરોના યોદ્ધાઓને પણ સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે આગામી 22 થી 31 ઓગસ્ટ, સવારે 10 થી સાંજના 5 દરમિયાન રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com