276
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પૂણે જિલ્લામાં 216 પોલીસ કોન્સ્ટેબલ ની ( constable posts ) ભરતી થવાની છે. આ ભરતી માટે જે અરજીપત્રક બહાર પાડવામાં આવ્યા છે તે અરજીપત્રકમાં ત્રીજા લિંગ નો ( third gender option ) સમાવેશ થતો નથી. આ કારણે આગળ ધરીને પુના સ્થિત બે વ્યક્તિઓએ ટ્રિબ્યુનલમાં ( Maharashtra Administrative Tribunal ) ફરિયાદ કરી હતી. આ સંદર્ભે કોર્ટ પાસે દાદ માંગવામાં આવી હતી કે સંવિધાન એ ટ્રાન્સજેન્ડર ને અનુમતિ આપી છે. આથી અરજીપત્રકમાં તેનો પણ ઉલ્લેખ હોવો જોઈએ.
પોતાની આ માગણી માટે સૌથી પહેલા તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો પરંતુ ત્યાંથી પ્રત્યુત્તર ન મળતા તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમણે ટ્રિબ્યુનલમાં અરજી કરી. આખરે ટ્રિબ્યુનલે તેમની ફરિયાદ સાંભળી અને તૃતીય પંથીઓને ઓનલાઈન અરજી કરવા કહ્યું.
આ સમાચાર પણ વાંચો: Viral Video : શ્રદ્ધા વાળકર માટે આયોજિત કાર્યક્રમમાં મહિલાએ સ્ટેજ પર ચઢીને પુત્રીના સસરાને ચપ્પલ વડે ધોઈ નાખ્યો. વિડીયો થયો વાયરલ.
You Might Be Interested In