News Continuous Bureau | Mumbai
એશિયા કપ(Asia cup)ની ભારત અને પાકિસ્તાન(India vs Pakistan)ની મેચ પર સમગ્ર દેશની નજર હતી. ભારત મેચ જીતી ગયું. હાર્દિક પંડ્યા(Hardik Pandya)ની છગ્ગાએ આખી રમત ફેરવી નાખી. આ મેચ જીત્યા બાદ હાર્દિક અને તેની સિક્સરો(Sixer) ચર્ચામાં રહી હતી. પરંતુ હાલ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Thank you Indian Cricket Team for making it a Happy Sunday for India! pic.twitter.com/pDWWWKcd6n
— Supriya Sule (@supriya_sule) August 28, 2022
આ વીડિયો બીજા કોઈનો નહીં પણ NCPના સુપ્રીમો શરદ પવાર(NCP Sharad Pawar)નો છે. જેમાં ભારત મેચ જીત્યાની ખુશીમાં શરદ પવાર(Sharad Pawar) હાથ ઉંચા કરીને વિક્ટ્રી(Victory)ની નિશાની બતાવી રહ્યા છે. માત્ર 11 સેકન્ડનો આ વીડિયો સેંકડો લોકોના દિલ જીતી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: માર્કેટમાં બ્લેક મનડે- પહેલા જ દિવસે મોટા કડાકા સાથે ખુલ્યું બજાર- સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પછડાયા
સુપ્રિયા સુલે(Supriya Sule) એ ટ્વીટ કરેલા વીડિયોમાં શરદ પવાર અને તેમના પરિવારના અન્ય સભ્યો ટીવીની સામે ડાઇનિંગ ટેબલ પર બેસીને મેચની મજા લેતા જોઈ શકાય છે. સુપ્રિયા સુલેએ વીડિયોના કેપ્શનમાં "આ રવિવારને ભારત માટે આટલો આનંદમય બનાવવા બદલ ભારતીય ક્રિકેટ ટીમનો આભાર.”