ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 જુન 2020
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર ધાર્મિક અત્યાચાર થતો જ રહ્યો છે અને દેશમાં ધાર્મિક લઘુમતીઓના હક્કોની સુરક્ષા માટે પાકિસ્તાનને, ભારત સરકારે અનેક અપીલ કરી હોવા છતાં પણ, ઇમરાન ખાન સરકાર અત્યાચાર સામે આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગે છે.
વધુ એક ઘટનાનામાં મંગળવારે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લઘુમતી હિન્દુ સમુદાયના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. "વ્યવસ્થિત અને લક્ષ્યાંકિત" મકાનોને જ તોડવામા આવ્યા હોવાથી આ અંગે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશન સામે ભારતે વિરોધ નોંધાવીયો છે અને આ ઘટનાની કડક નિંદા કરી છે.. પાકમાં રહેતા હિંદુઓ પાસે પૂરતા દસ્તાવેજો હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા ઘરો તોડી પાડવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય રાહત આપી હોવા છતાં લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન હાઇ કમિશનને તેમના દેશમાં આ સંબંધિત અધિકારીઓને જાણ કરી “તાત્કાલિક યોગ્ય કાર્યવાહી” માટે જણાવવાનું કહેવાયું છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે "પાકિસ્તાન આ મામલાની તપાસ કરશે અને તેના તમામ નાગરિકો, લઘુમતી સમુદાયોના લોકોને પણ , સલામતીની સુરક્ષા, અધિકાર અને સ્વતંત્રતાની ખાતરી આપશે"…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com