Site icon

પંજાબ પ્રાંતમાં હિન્દુઓના મકાનો તોડી પાડવામા આવ્યાં, ભારતે પાકિસ્તાનના સામે જોરદાર વિરોધ નોંધાવ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

19 જુન 2020

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર ધાર્મિક અત્યાચાર થતો જ રહ્યો છે અને દેશમાં ધાર્મિક લઘુમતીઓના હક્કોની સુરક્ષા માટે પાકિસ્તાનને, ભારત સરકારે અનેક અપીલ કરી હોવા છતાં પણ, ઇમરાન ખાન સરકાર અત્યાચાર સામે આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગે છે.

વધુ એક ઘટનાનામાં મંગળવારે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લઘુમતી હિન્દુ સમુદાયના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં.  "વ્યવસ્થિત અને લક્ષ્યાંકિત" મકાનોને જ તોડવામા આવ્યા હોવાથી આ અંગે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશન સામે ભારતે વિરોધ નોંધાવીયો છે અને આ ઘટનાની કડક નિંદા કરી છે.. પાકમાં રહેતા હિંદુઓ પાસે પૂરતા દસ્તાવેજો હોવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા ઘરો તોડી પાડવામાં આવ્યાં છે.  રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય રાહત આપી હોવા છતાં લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવ્યા હતા.

 સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન હાઇ કમિશનને તેમના દેશમાં આ સંબંધિત અધિકારીઓને જાણ કરી  “તાત્કાલિક યોગ્ય કાર્યવાહી” માટે જણાવવાનું કહેવાયું છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે "પાકિસ્તાન આ મામલાની તપાસ કરશે અને તેના તમામ નાગરિકો, લઘુમતી સમુદાયોના લોકોને પણ , સલામતીની સુરક્ષા, અધિકાર અને સ્વતંત્રતાની ખાતરી આપશે"…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version