ભારતીય કોસ્ટગાર્ડએ ડૂબતા વહાણના ૧૬ ક્રૂ મેમ્બરને હેલીકોપ્ટર દ્વારા બચાવ્યા; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

ગુરુવાર

અસહ્ય હવામાન વચ્ચે દરિયાઈ હવાઈ સંકલનાત્મક કામગીરીમાં ભારતીય કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર દ્વારા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રેવદાંડા બંદર નજીક એમવી મંગલમના ડૂબવાથી તમામ ૧૬ ક્રૂનો સફળ રીતે બચાવ કર્યો હતો. એમઆરસીસી મુંબઇને ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતા એમ.વી. મંગલમના અધિકારી પાસેથી ટેલિફોનિક માહિતી મળી હતી કે રેવદાંડા બંદર નજીક 3 કિલોમીટરના અંતરે એક જહાજ ૧૬ ક્રૂ મેમ્બર સહિત ડૂબી રહ્યું હતું.

ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ આ તરફ આગળ વધ્યું હતું. દરમિયાન એમ.વી. મંગલમથી ક્રૂને બહાર કાઢવા માટે આઇસીજી એર સ્ટેશન દમણથી બે આઇસીજી હેલિકોપ્ટર પણ મોકલાયા હતા. આઇ.સી.જી.એસ.નું જહાજ આશરે ૧૦:૧૫ કલાકે ડૂબતા જહાજ નજીક અહોચ્યું હતું અને પરિસ્થિતિની આકારણી બાદ પડકારજનક વાતાવરણની સ્થિતિ વચ્ચે ક્રૂના બચાવ માટે તેની બોટ નીચે ઉતારી હતી.

મહારાષ્ટ્ર સરકારની આ તે કેવી ઢીલાઈ? માત્ર ૭૦ ટકા પોલીસ કર્મીઓને વેક્સીન અપાઈ બાકીનાનું શું?

તદુપરાંત, સીજી હેલિકોપ્ટર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હવામાનની અસ્પષ્ટતા સામે ક્રૂને બચાવવાની શરૂઆત કરી હતી. સતત કામગીરી દ્વારા, આઈસીજી સર્ચ અને રેસ્ક્યૂ યુનિટ્સ (એસઆરયુ)એ ડૂબતા વહાણમાંથી 16 ક્રૂને સફળતાપૂર્વક બચાવ્યો. બચાવવામાં આવેલા ક્રૂને રેવદાંડા લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી હતી.

જુઓ બચાવ કાર્યનો વિડિયો.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *