ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગાડીમાં પેટ્રોલ ભરાવતા ખિસ્સું ખાલી થઈ જાય છે. જેને લીધે આમ જનતા તાણમાં મૂકાઈ છે, પણ દેશમાં એવા કેટલાક જુગાડુ લોકો છે. જેમણે આ મુસીબતમાંથી રસ્તો કાઢી લીધો છે. પહેલો સગો પાડોશી આ કહેવત અનુસાર ભારતના કેટલાક લોકોએ પાડોશી દેશ નેપાળમાંથી પેટ્રોલની વ્યવસ્થા કરી લીધી છે.
ફેસબુક ઠપ્પ ‘ટેલિગ્રામ’ મસ્ત, એક દિવસમાં વધ્યા આટલા કરોડ યૂઝર્સ, આંકડો જાણીને દંગ રહી જશો
ઉત્તર પ્રદેશ અને બિહારના જે લોકો નેપાળની સીમા પાસે રહે છે. તેઓ ત્યાંથી પેટ્રોલ- ડીઝલ ખરીદે છે. નેપાળમાં ભારત કરતાં ઇંધણના દર બહુ જ સસ્તા છે. પેટ્રોલની કિંમતમાં 26થી 27 રૂપિયા અને ડીઝલના ભાવમાં 29 રૂપિયાનો તફાવત છે. નેપાળ સરકારે 100લીટર સુધીનું ઇંધણ લઇ જવાની પરવાનગી આપવાનો ફાયદો આ હોશિયાર લોકોએ લઈને નેપાળમાંથી પેટ્રોલ ડીઝલનો જુગાડ કરી લીધો છે.