News Continuous Bureau | Mumbai
પોલીસ અને કોર્ટના ચક્કરથી લોકો હંમેશા દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. કોર્ટના ધક્કા ખાઈને લોકો કંટાળી જતા હોય છે. પંરતુ હવે મહારાષ્ટ્રમાં(Maharashtra) ૧૩ ઓગસ્ટથી ફુલ્લી ડિજીટલ લોક અદાલત(Digital Lok Adalat) ભરાવા જઈ રહી છે. ડિજિટલ લોક અદાલત યોજતી એક એવું પગલું છે, જેને કારણે સામાન્ય માનવીને પોતાના ઘરે બેઠા ન્યાયતંત્રનો(Judiciary) લાભ મળશે. તેથી લોકોને કોર્ટના ચક્કર કાપવાથી બહુ જલ્દી છૂટકારો મળવાનો છે.
લોક અદાલતો પેન્ડિંગ કેસો(Pending Cases) ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. એ ઉપરાંત ઘરેલુ હિંસા(Domestic Violence), બદનક્ષીના સિવિલ(Civil defamation) અને ક્રિમિનલ કેસો(Criminal cases) ઉપરાંત બંને પક્ષો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન લાવી શકાય એવા કમ્પાઉન્ટેબલ કેસોનો(computable cases) પણ ઝડપથી નીવેડો લાવી શકાશે. ડિજિટલ લોક અદાલતોની સુનાવણીમાં પક્ષકારો દૂર બેઠા જોડાઈ શકે છે. એને લીધે આવી અદાલતોમાં સહેલાઈથી ન્યાય મેળવી શકાય છે.
આ સમાચાર પણ વાંચો :સ્વતંત્રતા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં કેબિનેટ બનશે-દેવેન્દ્ર ફડણવીસ પાસે હશે આ ખાતું
રાજસ્થાનના(Rajasthan) જયપુરમાં(Jaipur) સૌપ્રથમ ડિજીટલ લોક અદાલતો શરૂ થઈ હતી અને હવે એનો મહારાષ્ટ્રમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. એમનું સંચાલન આર્ટિફિશિયલ ઈન્ટેલીજંસથી(Management from Artificial Intelligence) થશે.
બોમ્બે હાઈકોર્ટના(Bombay High Court) સિનિયર એડવોકેટના(Senior Advocate) કહેવા મુજબ કોવિડ મહામારીને કારણે ન્યાયતંત્ર ઉપર પહેલા કરતા બોજ વધ્યો છે. મહારાષ્ટ્રમાં કરોડો સિવિલ અને ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. વળી, દર અઠવાડીયે અદાલતોમાં હજારો નવા કેસ નોંધાવાય છે. પહેલાના જમાના કરતા આજના સમયમાં અરજદારો દરેક શક્ય ઉપાય અજમાવતા થઈ ગયા હોવાથી અદાલતોમાં અપીલો ફાઈલ થતી રહે છે અને ખટલાનો ખડકલો વધતો જાય છે. આ સંજોગોમાં લોક અદાલતોની ઉપયોગીતા વિશે લોકોમાં વધુ જાગૃતિ આવે તો ડિજિટલ લોક અદાલતો સફળ થશે.