News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે કુવાની છત તૂટી પડી. હાલમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતો જોવા મળી રહ્યો છે. કુવામાં પડી જવાથી અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ઈન્દોરના કલેક્ટર ડૉ. ઇલીયારાજા ટીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી 2ને રજા આપવામાં આવી છે. 35 લોકોના મોત થયા છે. હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો શોધ અને બચાવ કામગીરી કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની હવા અતિ ઝેરી, શહેરમાં 11 હજાર જગ્યાએ ચાલી રહ્યાં છે બાંધકામ, સૌથી વધુ આ વોર્ડમાં..
દરમિયાન શુક્રવારે સવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અકસ્માતમાં ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સમયે તેમણે તમામ ઘાયલોની પૂછપરછ કરી હતી.
બરાબર શું થયું?
અધિકારીઓના જણાવ્યા અનુસાર રામ નવમીના અવસર પર ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં હવનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દરેક લોકો પૂજા અને આરતી કરી રહ્યા હતા ત્યારે મંદિરમાં આવેલ પ્રાચીન કુવાની છત ધરાશાયી થઈ ગઈ હતી. 40 ફૂટ ઊંડા કૂવામાં ચારથી પાંચ ફૂટ પાણી હતું. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે.