ઈન્દોરમાં અડધી રાતે યુવતીનુંઓનો હંગામો- ચાર છોકરીઓના જૂથે નાની અમથી વાત પર એક છોકરીને ઢોર માર માર્યો- વીડિયો થયો વાયરલ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના(Madhya Pradesh) ઈન્દોરના(Indore) એમઆઈજી વિસ્તારમાં(MIG area) ચાર છોકરીઓએ મળીને એક છોકરીને ખૂબ માર માર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન તેને બચાવવાને બદલે ત્યાં ઉભેલા લોકો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા. બાદમાં પીડિતાએ આ અંગે MIG પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હવે પોલીસ હુમલો કરનાર યુવતીઓને શોધી રહી છે.

 

જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાની આ ઘટના શુક્રવારે રાત્રે એલઆઈજી ઈન્ટરસેક્શન(LIG Intersection) પાસે બની હતી. તેનો વીડિયો આજે સામે આવ્યો છે. ટીઆઈ અજય વર્માના જણાવ્યા અનુસાર, એક છોકરી શુક્રવારે રાત્રે આરજે કચોરીની સામે ચા પીવા માટે આવી હતી. અહીં એકબીજાને જોવાની વાત પર તેની સામે ઉભેલી અન્ય યુવતીઓ  સાથે ઝઘડો થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે ચાર યુવતીઓના એક જૂથે છોકરીને રસ્તા પર ખૂબ જ માર માર્યો અને તેનો મોબાઈલ તોડી નાખ્યો.

આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો- આ વરરાજા દુલ્હનને લેવા ગાડી લઈને નહીં પણ હેલિકોપ્ટર લઈને પહોંચ્યો- હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યું આખું ગામ

 હાલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 294 (દુરુપયોગ), 323 (પીટવી), 506 (ધમકાવવી) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.  હજી સુધી આરોપી યુવતીઓની ધરપકડ કરવામાં આવી નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More