Site icon

Investor Facilitation Portal: આર્થિક વિકાસમાં ગુજરાતે ૮.૨૦%નું યોગદાન આપ્યું, “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ” પર આટલા લાખથી વધુ અરજીઓ આવી

Investor Facilitation Portal: “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ-EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક

Investor Facilitation Portal Gujarat contributed 8.20% to economic development

Investor Facilitation Portal Gujarat contributed 8.20% to economic development

News Continuous Bureau | Mumbai

Investor Facilitation Portal:  ગુજરાત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશના જીડીપીમાં નોંધપાત્ર ૮.૨૦ ટકાના યોગદાન સાથે ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વ્યાપાર કરવામાં વધુ સરળતા રહે તે માટે પ્રથમવાર “બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન-BRAP”ની પહેલ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યમાં વ્યવસાય કરવામાં અનુકૂળતા રહે તે માટે “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ-EoDB”હેઠળ સ્ટેટ /યુટીરેન્કિંગ/એસેસમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના વ્યવસાય અને પ્રજાલક્ષી અભિગમના ફળસ્વરૂપે રાજ્યમાં છેલ્લા એક દાયકામાં એટલે કે વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૪ દરમિયાન અંદાજે કુલ રૂ. ૩.૯૬ લાખ કરોડનું વિદેશી તેમજ રૂ. ૧૮.૪૬ લાખ કરોડનું સ્થાનિક રોકાણ આવ્યું. આમ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તથા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજ્ય ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્ય મંત્રી MSME શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાત “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ” રેન્કિંગમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.

Join Our WhatsApp Community

EoDB હેઠળ સિંગલ વિન્ડો પોર્ટલ “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ-IFP” વિકસાવનાર ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. જે પોર્ટલના માધ્યમથી ઉદ્યોગકારો અને વેપારજગત સાથે સંકળાયેલા વ્યવસાયકારોને એક જ ઓનલાઈન પોર્ટલ દ્વારા વ્યવસાયિક મુખ્ય સેવાઓ મળી રહે છે. “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ” પર રાજ્યના ૧૮ જેટલા વિભાગો સંબંધિત ૨૦૦થી વધુ બિઝનેસ સેન્ટ્રીક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે.
રાજ્યના “ગુજરાત રાઈટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસીસ-RCPS” અધિનિયમ, ૨૦૧૩ હેઠળ જારી કરવામાં આવેલ સેવા વિતરણનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવેલ છે, જેને નિયમિત રીતે “ડિસ્ટ્રિક્ટ લેવલ ફેસિલિટેશન કમીટી-DLFC” દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત MSME ફેસિલિટેશન ઓફ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ઓપરેશન અધિનિયમ, ૨૦૧૯ અંતર્ગત તમામ નવા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ૩ વર્ષના સમયગાળા માટે રાજ્યની પરવાનગીઓ મેળવવામાંથી મુક્તિ મળે છે. આવી પરવાનગીઓ મેળવવા માટે ૩ વર્ષ ઉપરાંત, વધારાના ૬ મહિનાનો સમયગાળો પણ આપવામાં આવે છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, મંત્રાલય હેઠળ કાર્યરત “ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ-DPIIT” દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાતને દેશમાં “ટોપ એચિવર” તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તા.૦૫ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ આયોજિત “ઉદ્યોગ સમાગમ ૨૦૨૪” દરમિયાન BRAP ૨૦૨૨ આવૃત્તિમાં ગુજરાતને ટોચની સિદ્ધિ મેળવનાર રાજ્ય તરીકે પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા BRAP અંતર્ગત વર્ષ ૨૦૧૫માં ૨૮૫, વર્ષ ૨૦૧૬માં ૩૪૦, વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૭૨ તેમજ વર્ષ ૨૦૧૯માં ૧૮૭ રિફોર્મ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે.


આ સમાચાર પણ વાંચો : Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસનો સમાપન વિજય ચોક ખાતે થશે, ત્રણ સેનાઓ, CAPFના બેન્ડ દ્વારા આટલી ભારતીય ધૂન વગાડશે.

Investor Facilitation Portal:  વ્યવસાયકારો અને નાગરિકો પર કમ્પ્લાયન્સ બોજ ઘટાડવા માટે રિફોર્મના અમલીકરણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૨,૬૫૨ બિઝનેસ સેન્ટ્રીક તથા ૨૯૪ સીટીઝન સેન્ટ્રીક કમ્પ્લાયન્સીસ સાથે કુલ ૨,૯૪૬ કમ્પ્લાયન્સીસનો બોજ ઘટાડ્યો છે. જેમાં, ઉદ્યોગ સાહસિકોને લગતા ગૌણ અપરાધો માટે જેલની સજાની જોગવાઇઓને દૂર કરવા માટે ૨૦૮ જોગવાઈઓનું ડિક્રિમીનલાઇઝેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ૯ જેટલા શ્રમ કાયદાઓને ડિક્રિમીનલાઇઝ કર્યા છે. તાજેતરમાં રાજ્ય સરકારે પ્રોફેશનલ ટેક્સ સ્લેબના ત્રણ સ્લેબમાંથી સિંગલ સ્લેબમાં સરળીકરણ કર્યુ છે. નવા પ્રોફેશનલ ટેકસ પ્રમાણે દર મહિને રૂ. ૧૨,૦૦૦થી ઓછી આવકવાળાને ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાતે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ લાયસન્સના રિન્યુઅલની જરૂરિયાતને દૂર કરી છે. જેથી વ્યવસાયકારો માત્ર એક વખતની નોંધણી દ્વારા જ લાઇસન્સ મેળવી શકે છે. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રીઝ સેલ્ફ-સર્ટિફિકેશન યોજના રજૂ કરી છે, જે ૧૪ જેટલા શ્રમ અધિનિયમો તેમજ નિયમોમાં લાગુ પડે છે. જેથી ઉદ્યોગો વિવિધ ઇન્સ્પેક્શન માટે સ્વ-પ્રમાણપત્ર પ્રદાન કરીને ૫ વર્ષના સમયગાળા માટે નિરીક્ષણમાંથી મુક્તિ મેળવી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા ૮ કરોડથી વધુ હેન્ડ-રિટર્ન જમીન રેકર્ડ અને ૨.૪૩ કરોડ હેન્ડ-રિટર્ન મ્યુટેશન એન્ટ્રીઓ રેકર્ડ ઓફ રાઈટ્સમાં કોમ્પ્યુટરાઇઝડ કરી છે. આ ઉપરાંત “ઈન્ટીગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લીકેશન્સ-iORA” દ્વારા ૩૬ સેવાઓની ઓનલાઈન એક્સેસ પ્રદાન કરવામાં આવી છે, જે અંતર્ગત iORA પોર્ટલ પર અત્યાર સુધીમાં ૧૭ લાખથી વધુ અરજીઓ પર પ્રક્રિયા કરાઇ છે, એમ ઉદ્યોગ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version