Site icon

NCBની કાર્યવાહીની ટીકા કરનારા નવાબ મલિક માટે  ભાજપના આ નેતાએ કહી દીધી મોટી વાત.. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 7 ઓક્ટોબર,  2021 
ગુરુવાર.
ક્રુઝ પર રેડ પાડીને  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ કરેલી કાર્યવાહી સામે મંત્રી નવાબ મલિકે આંગળી ચીંધી છે ત્યારે મહાવિકાસ આઘાડી સરકાર અને તેના મંત્રીઓ ખુદ કેટલા દુધમાં ધોયેલા છે?એવો સવાલ ભાજપના નેતા અને કાંદિવલીના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે કર્યો છે.
લોકડાઉનાં ઠાકરે  સરકારે સૌ પ્રથમ દારૂની દુકાન ખોલવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના ચંદ્રપૂર જિલ્લામાંથી દારૂબંધી ઉઠાવવાનો નિર્ણય પણ આ સરકારે જ લીધો હતો. નશા માફિયાઓ સામે ધૂંટણા ટેકી દેવાની પરંપરા ધરાવતી સરકારના મંત્રી નવાબ મલિક તો NCB પર આરોપ કરીને તેનાથી પણ આગળ નીકળી ગયા છે, એવી ટીકા પણ અતુલ ભાતખલકરે કરી હતી.
કાર્ડીલિયા ક્રૂઝ પર NCBએ છાપો મારીને અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યનની ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેમના નિષ્ણાત વકીલોની દલીલ બાદ પણ કોર્ટે NCBને તેની કસ્ટડી આપી હતી, કારણકે NCB પાસે પૂરતા પુરાવા છે. જો પુરાવા નહીં હોય  તો તેને જામીન મળતે. નવાબ મલિકાના આરોપથી કોર્ટની વિશ્ર્વાસનિયતા સામે જ સવાલ ઊભો કરવામાં આવ્યો છે.

નવરાત્રિના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની પૂજા, જાણો મહત્ત્વ અને મંત્ર 

Join Our WhatsApp Community

શાહરૂખ ખાન પોતાના દીકરાની કરતૂત સામે મોઢું બંધ કરી બેઠો છે. ત્યારે નવાબ મલિક કે તેના માટે બેટિંગ કરી રહ્યા છે. તેમના જમાઈ ખુદ ડ્રગ્સનાન કેસમાં જેલમાં ગયા હતા. તો શું જમાઈના કહેવા પર તેઓ NCBને ટાર્ગેટ કરી રહ્યા છે? કે પછી NCBને બદનામ કરવા માટે ડ્રગ્સ માફિયાઓએ તેમને સુપારી આપી છે? તે બાબતે નવાબ મલિકે સ્પષ્ટતા કરવી જોઈએ એવા સવાલ પણ અતુલ ભાતખલકરે કર્યા હતા.

Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારના વિમાનનું બારામતીમાં લેન્ડિંગ વખતે અકસ્માત, ગંભીર ઈજાના અહેવાલથી વહીવટીતંત્ર દોડતું થયું.
Exit mobile version