News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(Social media) અને ટીવી ચેનલો પર એવા પ્રકારની અફવા ફેલાઈ હતી કે શિવસેના(Shivsena) અંતર્ગત જે કોઈ ઘમાસાણ ચાલી રહ્યું છે તેની પાછળ મૂળભૂત રીતે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. તેમજ આ પૂરેપૂરું એક સ્ટેજ ડ્રામા જેવું છે જેની પાછળનો હેતુ શિવસેના અને ભાજપ(BJP) સાથે જવું એ પ્રકારનો છે. જોકે હવે આ બધી અટકળો પર ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ પોતે વિરામ આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : રાજ્ય સરકારમાં સત્તા નહીં પરંતુ પાર્ટી બચાવવાના ઉદ્ધવ ઠાકરેના ફાંફાં- આજે બોલાવી શિવસેના પાર્ટી પદાધિકારીઓની બેઠક-જાણો કઇ રણનીતિ પર કામ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે
પોતાના કાર્યકર્તાઓ સાથેના નિવેદનમાં તેમણે જણાવ્યું કે તેમણે જો યુતિ તોડવી હોય તો તેઓ સીધી અને સ્પષ્ટ રીતે વાત કરીને યુતિ તોડી શકે છે. આ માટે તેમણે કોઇ પ્રકારનો ડ્રામા(Political drama) કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ(congress) પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) પર દગાખોર હોવાનો સિક્કો લાગેલો છે. પરંતુ હાલ જોઈ શકાય છે કે આ બંને પાર્ટી દગાખોર નથી તેમ જ મારી સાથે મજબૂત રીતે ઉભી છે. જ્યારે કે બીજી તરફ મારી જ પાર્ટીની અંદર રહેલા ગદ્દારો મારી વિરુદ્ધમાં છે.