ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021
રોબર્ટ વાડ્રા પર લંડનના બ્રાયનસ્ટન સ્ક્વેરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતના મકાન ખરીદવા બદલ મની લોન્ડરિંગનો આરોપ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ડ વાડ્રાની દિલ્હી સ્થિત ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમ પહોંચી છે.
વાડ્રા હાલમાં આગોતરા જામીન પર બહાર છે. IT વિભાગ સિવાય એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) મની લોન્ડરિંગની જોગવાઈઓ હેઠળ તપાસ કરી રહ્યું છે. બેનામી સંપત્તિના કેસમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે જુલાઇમાં ED એ રોબર્ટ વાડ્રા સાથે સંબંધો ધરાવતા આર્મ્સ ડીલર સંજય ભંડારી સામે નવો મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો. ઉપરાંત પ્રિયંકાના બીકાનેર જિલ્લાના કોલાયત વિસ્તારમાં 275 વીઘા જમીનની ખરીદી અને વેચાણ સાથે પણ સંબંધિત છે. આ મુદ્દે પણ ED તપાસ કરી રહ્યું છે.
