News Continuous Bureau | Mumbai
IT Raid: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) આગ્રામાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. અહીં બુટ- ચંપલના ત્રણ વેપારીઓના ઘર પર છાપો મારવામાં આવ્યો હતો, જેમાં બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધીમાં આમાં કુલ 40 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી, બાકીની રોકડની ગણતરી હજુ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, દરોડા દરમિયાન બુટ- ચંપલના વેપારીના ( shoe traders ) ઘરેથી નોટોનો ઢગલો મળી આવ્યો હતો, જેમાં 500 રૂપિયાની નોટોના બંડલો મળી આવ્યા હતા. તેમજ હજુ કેટલી રોકડ છે તેની ગણતરી હાલ ચાલી રહી છે. આવકવેરા વિભાગે નોટોની ગણતરીની જવાબદારી બેંક અધિકારીઓ અને કર્મચારીઓને સોંપી છે.
IT Raid: અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. જેનો કોઈ યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો નથી…
અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. જેનો કોઈ યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો નથી. બાકીની રકમની હાલ ગણતરી ચાલી રહી છે. આટલી મોટી રકમની નોટો ગણતા હાલ અધિકારીઓ અને કર્મચારીઓ પણ થાકી ગયા હતા.
આ મામલામાં આવકવેરા વિભાગને ( Income Tax Department ) બુટ- ચંપલના ત્રણે વેપારી પર કરચોરી અને અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકા હતી. જ્યારે વિભાગને આ અંગેની માહિતી મળી, ત્યારે ટીમે આ ત્રણેય વેપારીઓના પરિસરમાં છાપો માર્યો હતો. જોકે વિભાગીય અધિકારીઓ હજુ પણ આ મામલે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Weather: મુંબઈમાં આકરી ગરમીમાં આગામી બે દિવસમાં હજુ થશે વધારો, તાપમાન કરશે 36 ડિગ્રીને પાર, હવામાન વિભાગની આગાહી..
IT Raid: આ પહેલા આવકવેરા વિભાગે યુપીના કાનપુરમાં મોટાપાયે દરોડા પાડ્યા હતા..
આ પહેલા આવકવેરા વિભાગે યુપીના કાનપુરમાં મોટાપાયે દરોડા પાડ્યા હતા. વિભાગે અહીં બંશીધર ટોબેકો કંપની પર દરોડો પાડ્યો હતો. આ કંપનીએ કાનપુર ઉપરાંત મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો. આ અંગેની માહિતી મળ્યા બાદ 20 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
મિડીયા રિપોર્ટ અનુસાર, આ તમાકુ કંપનીએ કાગળ પર તેનું ટર્નઓવર 20 થી 25 કરોડ રૂપિયા જેટલું બતાવ્યું હતું, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કંપનીનું ટર્નઓવર લગભગ 100-150 કરોડ રૂપિયા હતું.
તેથી વિભાગે આ મામલે 29 ફેબ્રુઆરી 2024ના રોજ આ દરોડા પાડ્યા હતા. જેમાં કંપનીના માલિકે દિલ્હીમાં પણ ઘર બનાવ્યું હતું. જ્યારે આવકવેરા અધિકારીઓ દિલ્હી પહોંચ્યા ત્યારે ત્યાંથી પણ 60 કરોડ રૂપિયાથી વધુની કારો મળી આવી હતી. જેમાં 16 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમનો પણ સમાવેશ થાય છે.