Site icon

IT Raid: ઉત્તર પ્રદેશમાં બુટ ચંપલના ત્રણ વેપારીઓના ઘરે આવકવેરા વિભાગના દરોડા, રુ. 40 કરોડની બેનામી સંપત્તિ જપ્ત, હજુ પણ નોટોની ગણતરી ચાલુ..

IT Raid: ઉત્તર પ્રદેશના આગ્રામાં દરોડા દરમિયાન બુટ- ચંપલના વેપારીના ઘરેથી અઢળક નોટોનો ઢગલો મળી આવ્યો હતો, જેમાં 500 રૂપિયાની નોટોના બંડલો મળી આવ્યા હતા. તેમજ હજુ કેટલી રોકડ છે તેની ગણતરી હાલ ચાલી રહી છે. આવકવેરા વિભાગે નોટોની ગણતરીની જવાબદારી બેંક અધિકારીઓ અને કર્મચારીઓને સોંપી છે.

IT Raid Income Tax department raids at boots traders' homes in Uttar Pradesh, Rs. Benami assets worth 40 crores seized, counting of notes still going on..

IT Raid Income Tax department raids at boots traders' homes in Uttar Pradesh, Rs. Benami assets worth 40 crores seized, counting of notes still going on..

News Continuous Bureau | Mumbai 

IT Raid: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) આગ્રામાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. અહીં બુટ- ચંપલના ત્રણ વેપારીઓના ઘર પર છાપો મારવામાં આવ્યો હતો, જેમાં બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધીમાં આમાં કુલ 40 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી, બાકીની રોકડની ગણતરી હજુ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, દરોડા દરમિયાન બુટ- ચંપલના વેપારીના ( shoe traders ) ઘરેથી નોટોનો ઢગલો મળી આવ્યો હતો, જેમાં 500 રૂપિયાની નોટોના બંડલો મળી આવ્યા હતા. તેમજ હજુ કેટલી રોકડ છે તેની ગણતરી હાલ ચાલી રહી છે. આવકવેરા વિભાગે નોટોની ગણતરીની જવાબદારી બેંક અધિકારીઓ અને કર્મચારીઓને સોંપી છે.

  IT Raid: અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. જેનો કોઈ યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો નથી…

અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. જેનો કોઈ યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો નથી. બાકીની રકમની હાલ ગણતરી ચાલી રહી છે. આટલી મોટી રકમની નોટો ગણતા હાલ અધિકારીઓ અને કર્મચારીઓ પણ થાકી ગયા હતા.

આ મામલામાં આવકવેરા વિભાગને ( Income Tax Department ) બુટ- ચંપલના ત્રણે વેપારી પર કરચોરી અને અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકા હતી. જ્યારે વિભાગને આ અંગેની માહિતી મળી, ત્યારે ટીમે આ ત્રણેય વેપારીઓના પરિસરમાં છાપો માર્યો હતો. જોકે વિભાગીય અધિકારીઓ હજુ પણ આ મામલે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Mumbai Weather: મુંબઈમાં આકરી ગરમીમાં આગામી બે દિવસમાં હજુ થશે વધારો, તાપમાન કરશે 36 ડિગ્રીને પાર, હવામાન વિભાગની આગાહી..

  IT Raid: આ પહેલા આવકવેરા વિભાગે યુપીના કાનપુરમાં મોટાપાયે દરોડા પાડ્યા હતા..

આ પહેલા આવકવેરા વિભાગે યુપીના કાનપુરમાં મોટાપાયે દરોડા પાડ્યા હતા. વિભાગે અહીં બંશીધર ટોબેકો કંપની પર દરોડો પાડ્યો હતો. આ કંપનીએ કાનપુર ઉપરાંત મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તાર્યો હતો. આ અંગેની માહિતી મળ્યા બાદ 20 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

મિડીયા રિપોર્ટ અનુસાર, આ તમાકુ કંપનીએ કાગળ પર તેનું ટર્નઓવર 20 થી 25 કરોડ રૂપિયા જેટલું બતાવ્યું હતું, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કંપનીનું ટર્નઓવર લગભગ 100-150 કરોડ રૂપિયા હતું.

તેથી વિભાગે આ મામલે 29 ફેબ્રુઆરી 2024ના રોજ આ દરોડા પાડ્યા હતા. જેમાં કંપનીના માલિકે દિલ્હીમાં પણ ઘર બનાવ્યું હતું. જ્યારે આવકવેરા અધિકારીઓ દિલ્હી પહોંચ્યા ત્યારે ત્યાંથી પણ 60 કરોડ રૂપિયાથી વધુની કારો મળી આવી હતી. જેમાં 16 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમનો પણ સમાવેશ થાય છે.

Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Exit mobile version