ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
મહિલા કેટલાક મહિનાથી ગુપ્તચર દળોની નજર હેઠળ છે. ટોચના અધિકારીઓ પણ તે મહિલાની વર્તણૂક વિષે ચેતવણી આપી ચૂક્યા છે. તે મહિલા જમ્મુ-કાશ્મીરના અનેક સંવેદનશીલ સ્થાનની મુલાકાત લઇ ચૂકી હોવાથી ગુપ્તચર એજન્સીઓ સાવધ થઇ હતી. તેની વર્તણૂુક આંતિરક સુરક્ષા સામે ખતરા સમાન છે. અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે અમરનાથ યાત્રા સતત બીજે દિવસે મોકૂફ રહી હોવા છતાં આઇટીબીપીના એક ટોચના અધિકારી આ વકીલ મહિલાને અમરનાથ યાત્રાએ સાથે લઇ ગયા હતા. આઇટીબીપીના જ એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે તેમને ઓળખતા એક ટોચના અધિકારી મારફતે મહિલા તેમના સંપર્કમાં આવી હતી. પરંતુ મહિલાને કોઇ લાભ નથી આપ્યો, પરંતુ મહિલાની વર્તણૂક શંકાસ્પદ હતી. તેના લેખિત સંદેશા પણ કહે છે કે તે તીસ હઝારી કોર્ટના મેજિસ્ટ્રેટના સંપર્કમાં હતી. ભારત-તિબેટ સરહદી પોલીસ દળએ દિલ્હીની એક મહિલા વકીલથી અંતર જાળવવા સુરક્ષા અધિકારીઓને ચેતવણી આપી છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે તે મહિલા વકીલ અધિકારીઓ સાથે બાંધેલા સંબંધોનો ઉપયોગ વ્યક્તિગત ફાયદા માટે કે પછી સંવેદનશીલ માહિતી એકત્ર કરવા માટે કરે છે. આઇટીબીપી દ્વારા જારી થયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે મહિલા વકીલનું નામ દિપ્તી શર્મા છે. તે તીસ હજારી કોર્ટ સાથે સંકળાયેલી છે. તે રાષ્ટ્રહિતોથી વિપરીત કાર્યવાહી કરી રહી છે. તે મહિલા ભારતીય સૈન્ય અને સીએપીએફ સાથે સંબંધો વિકસાવીને બદલી, નિમણૂક જેવી બાબતો તેમજ સંવેદનશીલ માહિતી ભેગી કરવા તેનો ઉપયોગ કરે છે. આઇટીબીપી દ્વારા આપવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે મહિલા વકીલ સરકારના વિવિધ મંત્રાલયો ઉપરાંત સીઆરપીએફ, આઇટીબીપી, જમ્મુ કાશ્મીર પોલીસ અને દિલ્હી પોલીસના નિવૃત્ત અને સેવારત એવા સંખ્યાબંધ અધિકરીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધીને તેમને હની ટ્રેપ કરીને પોતાનું કામ કઢાવવા આ અધિકારીઓનો ઉપયોગ કરે છે. તમામ દળોને પોતાના અધિકારીઓને આ મહિલાની પ્રવૃત્તિથી વાકેફ કરીને સાવધ રહેવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે મહિલાની પ્રવૃત્તિ દેશની સુરક્ષા અને સૈન્ય દળોના હિતોથી વિપરીત છે. ચેતવણી આપતાં આઇટીબીપી મથકો પર તે મહિલા વકીલના પ્રવેશ સામે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.