જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવ્યું હતું.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે મહેબૂબા મુફ્તીએ પોતાના હાથથી ભગવાન મહાદેવને જળ ચઢાવ્યું એટલે કે બાબા ભોલેનાથનો જલાભિષેક કર્યો.
Om Namah #Shivay, Shiv hi satya hai.@MehboobaMufti at Navgreh Mandir, #poonch, #Jammu. #mehboobamufti #omnamahshivaya #JammuAndKashmir pic.twitter.com/ziYLKG9yuz
— Manish Prasad (@manishindiatv) March 15, 2023
જોકે શિવલિંગ ઉપર જળાભિષેક કરતા હવે વિવાદ સર્જાયો છે. મુસ્લિમ ધર્મ ગુરુઓએ મહેબુબા મુફતીના આ કાર્યને ઈસ્લામ વિરોધી ગણાવ્યું છે. જ્યારે ભાજપાએ વિરોધ કરીને પીડીપી સુપ્રીમોની મંદિરની મુલાકાતને રાજકીય ખેલ ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે તેનાથી તેનો ભૂતકાળ બદલાશે નહીં.આમ મહેબુબા મુફ્તિની હિન્દુ મંદિરની મુલાકાતને પગલે રાજકારણ ગરમાયું છે.