જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તિએ મંદિરની મુલાકાત લઈને શિવલિંગ પર કર્યો જળાભિષેક, થઈ બબાલ.. ભાજપે સાધ્યું નિશાન.. જુઓ વિડીયો

by kalpana Verat
Mehbooba Mufti offers prayers at Navagraha Temple in poonch

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવ્યું હતું.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે મહેબૂબા મુફ્તીએ પોતાના હાથથી ભગવાન મહાદેવને જળ ચઢાવ્યું એટલે કે બાબા ભોલેનાથનો જલાભિષેક કર્યો.

જોકે શિવલિંગ ઉપર જળાભિષેક કરતા હવે વિવાદ સર્જાયો છે. મુસ્લિમ ધર્મ ગુરુઓએ મહેબુબા મુફતીના આ કાર્યને ઈસ્લામ વિરોધી ગણાવ્યું છે. જ્યારે ભાજપાએ વિરોધ કરીને પીડીપી સુપ્રીમોની મંદિરની મુલાકાતને રાજકીય ખેલ ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે તેનાથી તેનો ભૂતકાળ બદલાશે નહીં.આમ મહેબુબા મુફ્તિની હિન્દુ મંદિરની મુલાકાતને પગલે રાજકારણ ગરમાયું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More